:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વડાપ્રધાન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાઓનું ઉદઘાટન: પીએમએવાય હેઠળ સમગ્ર ગુજરાતમાં 1.3 લાખથી વધુ મકાનોનું ભૂમિ પૂજન....

top-news
  • 10 Feb, 2024

વડાપ્રધાન મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત વિકસિત ગુજરાત’ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મોદીએ  પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) અને અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામેલા 1.3 લાખથી વધુ મકાનોનું ભૂમિ પૂજન અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

વડાપ્રધાને  જનમેદનીને સંબોધતાં ખુશી વ્યક્ત કરી હતી કે, ગુજરાતનાં દરેક ભાગનાં લોકો ગુજરાતની વિકાસયાત્રા સાથે જોડાયેલાં છે. તેમણે તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં તેમની ભાગીદારીને યાદ કરી હતી, જેને 20 વર્ષ પૂર્ણ થયાં છે. તેમણે એક ભવ્ય રોકાણ કાર્યક્રમ એટલે કે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગરીબોની માલિકીનું ઘર તેમનાં ઉજ્જવળ ભવિષ્યની ખાતરી છે. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો અને પરિવારોનો વિકાસ થવા લાગ્યો, તેમ તેમ પ્રધાનમંત્રીએ દરેક ગરીબ માટે નવા મકાનોનું નિર્માણ કરવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો અને લગભગ 1.25 લાખ લોકોનો ઉલ્લેખ કર્યો, જેમનું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. તેમણે આજે પોતાનું નવું ઘર પ્રાપ્ત કરનાર તમામ પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી.  મોદીએ જણાવ્યું હતું કે, “જ્યારે આ પ્રકારનાં માપદંડોની કામગીરી પૂર્ણ થાય છે, ત્યારે દેશ તેને ‘મોદી કી ગેરંટી’ કહે છે, જેનો અર્થ થાય છે ગેરન્ટીની પૂર્તિની બાંયધરી.”

નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સફળ આયોજનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, જ્યાં મોદીનું ગેરેન્ટીની ગાડી દેશના લાખો ગામડાઓમાં પહોંચી હતી, પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગુજરાતના કરોડો લોકો આ યાત્રા સાથે જોડાયા છે. તેમણે દેશમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં મદદ કરવાના સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને યોજનાઓનો લાભ લેવા, ભંડોળનું કુશળતાપૂર્વક સંચાલન કરવા અને ગરીબીને દૂર કરવા માટેની યોજનાઓ અનુસાર તેમના જીવનને ઘડવા બદલ તેમની પ્રશંસા પણ કરી હતી. પ્રધાનમંત્રીએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને લાભાર્થીઓને આ પહેલને ટેકો આપવા અને ગરીબી નાબૂદ કરવામાં યોગદાન આપવા વિનંતી કરી હતી. આજે સવારે લાભાર્થીઓ સાથે તેમની વાતચીતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ તેમના આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી, જેને તેમના નવા ઘરો સાથે પ્રોત્સાહન મળ્યું છે.

મોદી એ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગુજરાતે ભરેલી હરણફાળની નોંધ લીધી હતી અને માહિતી આપી હતી કે, રાજ્યનાં શહેરી વિસ્તારોમાં 9 લાખથી વધારે મકાનોનું નિર્માણ થયું છે. પીએમ આવાસ – ગ્રામીણ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં 5 લાખથી વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુણવત્તા અને ઝડપી નિર્માણ સુનિશ્ચિત કરવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે લાઇટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ પામેલા 1100 મકાનોનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મોદીએ લખપતિ દીદીઓ બનાવવાની ગેરંટી આપી છે.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં પહેલેથી જ 1 કરોડ લખપતિ દીદીઓ વસે છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતની મહિલાઓ સામેલ છે. તેમણે આગામી થોડાં વર્ષોમાં 3 કરોડ લખપતિ દીદીઓનું સર્જન કરવાનાં સરકારનાં પ્રયાસોનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે, એનાથી ગરીબ પરિવારોને મોટું સશક્તીકરણ મળશે. તેમણે આશા અને આંગણવાડીનાં કાર્યકર્તાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેમને આ વર્ષનાં બજેટમાં આયુષ્માન યોજના હેઠળ સામેલ કરવામાં આવ્યાં છે.

પ્રધાનમંત્રી મોદીએ એ વાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો કે, વર્ષ 2014 અગાઉનાં સમયગાળાની સરખામણીમાં ગરીબો માટે ઘરનું નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે. અગાઉનાં સમયમાં ગરીબોનાં મકાનોનાં નિર્માણ માટે નજીવા ભંડોળ અને કમિશન વગેરે સ્વરૂપે થતી ગેરરીતિઓ તરફ ધ્યાન દોરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગરીબોનાં ઘરો માટે હસ્તાંતરિત થતાં નાણાં હવે 2.25 લાખથી વધારે થઈ ગયાં છે અને વચેટિયાઓને દૂર કરીને તેમનાં બેંક ખાતામાં સીધા હસ્તાંતરિત કરવામાં આવે છે. તેમણે શૌચાલયોનું નિર્માણ, નળનાં પાણીનાં જોડાણો, વીજળી અને ગેસનાં જોડાણો પૂરાં પાડવાની સાથે-સાથે કુટુંબોની જરૂરિયાતો અનુસાર ઘરો બાંધવાની સ્વતંત્રતા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “આ સુવિધાઓએ ગરીબોને નાણાં બચાવવામાં મદદ કરી છે.” પીએમ મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે હવે આ ઘરો મહિલાઓના નામે રજિસ્ટર થઈ ગયા છે, જેનાથી તેમને ઘરમાલિક બનાવવામાં આવે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎