:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

મણિશંકરે લાહોરના અલહમરામાં ફૈઝ મહોત્સવમાં ભાગ લીધો: સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું સાહસ છે પણ વાતચીત કરવા નથી. ...

top-news
  • 12 Feb, 2024

આર્થિક પડકારો અને અસંખ્ય મુશ્કેલી હોવા છત્તા પાકિસ્તાની વિદેશથી મહેમાનોને કાર્યક્રમનું આમંત્રણ ચુકતા નથી ,હાલમાં પાકિસ્તાનમાં નવી સરકાર બનાવવા મથામણ ચાલી રહી છે. લોટ, ખાંડ, તેલ, વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ માટે તરસતી પાકિસ્તાનની પ્રજા નવી સરકારની રાહ જોઈ રહી છે. લગભગ આખી દુનિયાની નજરો હાલ પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણી પર છે.

ત્યારે ભારતના પૂર્વ ભારતીય રાજદ્વારી અને કોંગ્રેસ નેતા પાકિસ્તાનમાં જઈને કંઇક એવું કહી દીધું છે કે જેને લઈને ફરી વિવાદ છંછેડાઈ શકે છે.  તેઓ પાકિસ્તાનમાં રાજદૂત રહી ચૂક્યા છે. પાકિસ્તાન પહોંચીને કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે મોદી સરકાર સામે નિશાન તાકતાં કહ્યું કે હું પાકિસ્તાનના લોકોને બસ એટલું કહીશ કે તે યાદ રાખે કે મોદીને ક્યારેય એક તૃતીયાંશથી વધુ વોટ નથી મળ્યાં પણ અમારી સિસ્ટમ એવી છે કે જો તેમની પાસે એક તૃતીયાંશ વોટ છે તો તેમની પાસે બે તૃતીયાંશ સીટ પહોંચી જાય છે. એટલા માટે બે તૃતીયાંશ ભારતીયો પાકિસ્તાનીઓને આવકારવા તૈયાર જ છે એમ માનવું. 

મણિશંકર અય્યરે કહ્યું કે પાકિસ્તાન સાથે વાતચીત ન કરવી એ મોદી સરકારની સૌથી મોટી ભૂલ છે. મોદી સરકાર પાસે તમારી સામે સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું સાહસ છે પણ ટેબલ પર બેસીને વાતચીત કરવાનું સાહસ નથી. બંને દેશોમાં નાગરિકોએ વાતચીત ચાલુ રાખવી જોઈએ. 

કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે લાહોરના અલહમરામાં ફૈઝ મહોત્સવમાં ભાગ લીધો હતો. અહીં તેમણે કાર્યક્રમમાં વીતાવેલી ક્ષણો વિશે તેમના અનુભવ શેર કર્યા હતા. પાકિસ્તાનના સંબંધો વિશે ચર્ચા દરમિયાન તેઓ બોલ્યાં કે મને ક્યારેય એવા દેશમાં જવાની તક નથી મળી જ્યાં મુક્તમને અને ઉષ્માભેર મારું સ્વાગત થયું હોય. આવું સ્વાગત પાકિસ્તાનમાં થયું. તેમણે પાકિસ્તાનીઓને હિન્દુસ્તાનની સૌથી મોટી સંપત્તિ ગણાવી હતી. 

હિજ્ર કી રાખ, વિસાલ કે ફૂલ' કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે મારા અનુભવે પાકિસ્તાનમાં એવા લોકો છે જે કદાચ બીજા પક્ષ પ્રત્યે જરૂર કરતાં વધારે પ્રતિક્રિયા આપે છે. જો આપણે મિત્રવત છીએ તો અતિ મિત્રવત છીએ અને જો આપણે શત્રુતાપૂર્ણ છીએ તો વધારે શત્રુતા રાખીએ છીએ.આ દરમિયાન તેમણે કરાચીમાં મહાવાણિજ્ય દૂત તરીકે તેમની પોસ્ટિંગના દિવસોને યાદ કરતાં કહ્યું કે જ્યારે હું પાકિસ્તાનમાં હતો તો દરેક વ્યક્તિ મારું અને મારી પત્નીનું સારસંભાળ રાખતું હતું. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎