:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

સોનિયા ગાંધી જયપુર જવા રવાના: રાજ્યસભા માટે નોંધાવશે આજે ઉમેદવારી ...

top-news
  • 14 Feb, 2024

કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી બુધવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાને રાજસ્થાન જવા રવાના થયા હતા જ્યાંથી તેઓ રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના હતા. કોંગ્રેસની ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી પહેલી વખત રાજ્યસભામાં જશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સંસદના ઉપલા ગૃહમાં રાજસ્થાનથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરશે.

રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાવાની છે. 1998 થી 2022 વચ્ચે લગભગ 22 વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધી પાંચ વખત લોકસભાના સાંસદ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, જયપુરમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતી વખતે તેમના પુત્ર રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમની સાથે હશે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાનથી ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ વખતે તેમણે સભ્ય બનવાનો ઇન્કાર કરી દીધો છે. આમ મનમોહન સિંઘને કાર્યકાળ પૂરો થતાં આ બેઠક ખાલી થઈ રહી છે. કોંગ્રેસે આ સલામત બેઠક પર નવા ઉમેદવારની જાહેરાત કરવાની હતી. તેના માટે સોનિયાગાંધીનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.

રાજ્યસભાની જે ૫૬ બેઠકો માટે ચૂંટણી યોજાવવાની છે તેમાથી દસ બેઠક કોંગ્રેસ માટે સલામત છે.રાજસ્થાનમાં મનમોહન સિંઘ ઉપરાંત ભાજપના ભૂપેન્દ્રસિંહનો કાર્યકાળ પણ ત્રીજી એપ્રિલે પૂરો થવા જઈ રહ્યો છે. જ્યારે વિધાનસભા ચૂંટણીમાં કિરોડીમલ મીણાએ જીત્યા પછી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપી દીધુ હતુ. આ બંને બેઠક પર ભાજપના બે સભ્ય આવશે તે સુનિશ્ચિત મનાય છે.

રાજ્યસભા માટે નોમિનેશન ફાઈલ કરવાની હિલચાલ આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા આવી છે. કોંગ્રેસે હજુ 15 રાજ્યોની 56 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. તેમા રાજસ્થાનની ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવવાની છે. રાજ્યસભા ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે.ચૂંટણી પંચે ગયા મહિને રાજ્યસભાની 56 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કર્યું હતું અને 27 ફેબ્રુઆરીએ મતદાન થશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎