:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

સંભલમાં બનશે શ્રી કલ્કિ નારાયણનું ભવ્ય મંદિર વડાપ્રધાન મોદી દ્વારા આજે શિલાન્યાસ

top-news
  • 19 Feb, 2024

અયોધ્યામાં રામમંદિરના લોકાર્પણ બાદ ઉત્તરપ્રદેશમાં ભગવાન કલ્કિના મંદિર નો શિલાન્યાસ આજે થશે .સંભલ જિલ્લાના અંચોડા કંબોહમાં બનવા જઈ રહેલા શ્રી કલ્કિ નારાયણના ભવ્ય મંદિરનો શિલાન્યાસ વડાપ્રધાન મોદી આજે 19 ફેબ્રુઆરીએ થવા જઈ રહ્યું છે.

કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે બહાર કરવામાં આવેલા નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પીએમ મોદીને આ મંદિરનો શિલાન્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન મોદી આજે સંભલમાં મંદિરની આધારશિલા મુક્યા બાદ લોકોને સંબોધન પણ કરશે, ત્યારે વડાપ્રધાનના પ્રવાસ માટે અહીં તમામ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

વડાપ્રધાન મોદી સવારે 10.30 વાગ્યે સંભલ પહોંયા બાદ અહીં શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જિલ્લાના અંચોડા કંબોહમાં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી 1.30 વાગ્યે લખનઉ પહોંચશે અને બીજા કાર્યક્રમોમાં ભાગ લેશે. શ્રી કલ્કિ નારાયણ મંદિર વિશે મહંતે દાવા કર્યો છે કે અહીં સ્થિત કલ્કિ ભગવાનનું મંદિર 1 હજાર વર્ષથી પણ જૂનુ છે. તેમને એ પણ કહ્યું કે 300 વર્ષ પહેલા આ મંદિરનું નવીનીકરણ ઈન્દોરની મહારાણી અહિલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું.

આચાર્ય પ્રમોદ કૃષ્ણમે જણાવ્યું કે આ મંદિર ખુબ જ ભવ્ય બનશે અને તેમાં પણ તેને ગુલાબી પથ્થરનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે, જેનો ઉપયોગ રામમંદિર બનાવવામાં કરવામાં આવ્યો છે. મંદિરનો ચબૂતરો 11 ફૂટ ઉંચો હશે અને મંદિરની કુલ ઉંચાઈ 108 ફૂટ હશે. એટલું જ નહીં મંદિરની અંદર 10 ગર્ભગૃહ બનાવવામાં આવશે, જેમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોના દેવતાઓ બિરાજમાન થશે. પ્રમોદ કૃષ્ણમે એ પણ જણાવ્યું કે જિલ્લામાં 68 તીર્થસ્થાન છે, તેથી મંદિરના પ્રાંગણમાં 68 તીર્થોની સ્થાપના પણ કરવામાં આવશે.

વડાપ્રધાન મંદિરના શિલાન્યાસ બાદ અહીં સંબોધન કરશે, જેના માટે પંડાલ પણ બનાવવામાં આવી ચૂક્યો છે. આ પંડાલમાં 30 હજાર લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે 1500 પોલીસકર્મી અહીં સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી ચૂક્યા છે. વડાપ્રધાન સવારે 10.30 વાગ્યે સંભલ જિલ્લામાં કલ્કિ નારાયણ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમના એક દિવસ પહેલા જ મુખ્યપ્રધાન યોગી બરેલી પહોંચી ગયા હતા.

સીએમ યોગી બરેલીના સર્કિટ હાઉસમાં રાત્રે રોકાયા. મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અહીંથી સંભલ જવા માટે રવાના થશે. બરેલીના ત્રિશૂલ એરબેસ પર સીએમ યોગી વડાપ્રધાન મોદીનું સ્વાગત કરશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎