:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલે 22મીએ સુરતમાઃ આરપીઆઇ દ્વારા પરપ્રાંતિય સંમેલનનું આયોજન, લક્ષદ્વિપની પણ લીધી મુલાકાત..

top-news
  • 20 Feb, 2024

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને રિપબ્લિકન  પાર્ટી ઓફ ઇન્ડિયા(આઠવલે)ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ હાલમાં જ ભારતના રમણીય પર્યટન સ્થળ અને દરિયાઇ ટાપુ લક્ષદ્વિપની મુલાકાત લીધી હતી.

તેમણે વડાપ્રધાન મોદીની અપીલમાંથી પ્રેરણા લઇને અન્ય કોઇ સ્થળ  જેમ કે માલદીવ જવાને બદલે ભારતના પોતાના જ દરિયાઇ ટાપુ કે જેને  વિકસાવવા માટે કેન્દ્ર સરકારે બીડુ ઝડપ્યુ છે, એવા સ્થળની સપરિવાર મુલાકાત લઇને દેશ-વિદેશમાં ફરવા જતાં પર્યટકોને લક્ષદ્વિપની મુલાકાત લેવા અપીલ પણ કરી હતી.

આ સ્થળે  સ્વચ્છ અને નિર્મળ દરિયામાં ડુબકી મારીને જળસૃષ્ટિ નિહાળવાનો એક અનેરો લ્હાવો છે. વડાપ્રધાને પણ ત્યાં ક્યુબા ડાઇવનો આનંદ માણ્યો હતો. કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેજીએ પણ ત્યાંના તજજ્ઞની હાજરીમાં ક્યુબા ડાઇવનો આનંદ માણ્યો હતો. તો આ મુલાકાત દરમ્યાન છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી પણ હોવાથી તેમણે શિવાજી મહારાજની છબીને હારતોરા કરીને નમન કર્યા હતા. તેમના પરિવારના સભ્યો પણ તેમાં જોડાયા હતા. 

દરમ્યાન તેઓ 22મીએ સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. સુરતમાં  તેમની પાર્ટી દ્વારા પરપ્રાંતિય સંમેલનનું આયજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે આરપીઆઇ પ્રદેશ પ્રમુખ અશોકભાઇ ભટ્ટી, પ્રદેશ પ્રભારી-આરપીઆઇ આઠવલે, શ્રીમતી લીલાવતીબેન  વાઘેલા,અધ્યક્ષ મહિલા મોરચા આરપીઆઇ આઠવલે અને  શૈલેષભાઇ  શુક્લા, રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્ય આરપીઆઇ આઠવલે ખાસ ઉપસ્થિત રહેશે. 22મીએ સવારે  11 વાગે ક્રિસેન્ટ રૂમ્સ એન્ડ બેંકવેન્ટ , બી-1, એક્સેલસ બિઝનેસ સ્પેસ, ભીમરાવ અલથાન રોડ, માસિમો  શોપિંગ મોલની સામે, સુરતમાં યોજાનાર છે, જેમાં મોટી સંખ્યમાં કાર્યકરો અને અન્ય પદાધિકારીઓ રાજ્યભરમાંથી ઉપસ્થિત રહેશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎