:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સત્યપાલ મલિકના ઘરે CBIના દરોડા : હું ખેડૂતનો દીકરો છું, હું ના તો ડરીશ કે ના ઝૂકીશ...

top-news
  • 22 Feb, 2024

 સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે દરોડા પાડ્યા છે. જો કે સત્યપાલ મલિક બિમાર હોવાથી અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. સીબીઆઈના દરોડા અંગે, સત્યપાલ મલિકે કહ્યું કે, હું આ સીબીઆઈના દરોડાથી ડરવાનો નથી. તેમણે કહ્યું કે હું છેલ્લા 3-4 દિવસથી બીમાર છું અને હોસ્પિટલમાં દાખલ છું. આમ છતાં મારા ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડામાં સીબીઆઈને મારા 4-5 કુર્તા અને પાયજામા સિવાય કંઈ જ નહીં મળે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ મલિકે કહ્યું કે, મારા ડ્રાઈવર અને મારા સહાયકને પણ દરોડા પાડીને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. હું ખેડૂતોની સાથે છું. અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઈની ટીમ મલિકના ઘર સહિત અન્ય 30 જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. વાસ્તવમાં સત્યપાલ મલિકના ઘર પર જે મામલાઓમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તે જમ્મુ કાશ્મીરના કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ સાથે સંબંધિત છે.

સત્યપાલ મલિકે વધુમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે તેની તપાસ કરવાને બદલે મારા નિવાસસ્થાને સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તેમને 4-5 કુર્તા અને પાયજામા સિવાય કંઈ જ નહીં મળે. સરમુખત્યાર સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હું ખેડૂતનો દીકરો છું, હું ના તો ડરીશ કે ના ઝૂકીશ.

કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ કેસ રૂ. 2200 કરોડના સિવિલ વર્ક્સ માટે કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. મલિકે દાવો કર્યો હતો કે 23 ઓગસ્ટ 2018થી 30 ઓક્ટોબર 2019 દરમિયાન જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને બે ફાઇલોને મંજૂરી આપવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.

સત્યપાલ મલિક દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારના આરોપોના સંદર્ભમાં સીબીઆઈએ બે એફઆઈઆર નોંધી હતી. એજન્સીએ ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પાવર લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન નવીન કુમાર ચૌધરી અને અન્ય ભૂતપૂર્વ અધિકારીઓ એમએસ બાબુ, એમકે મિત્તલ અને અરુણ કુમાર મિશ્રા અને પટેલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

કિરુ હાઇડ્રો પ્રોજેક્ટ સંબંધિત સિવિલ વર્કસની ફાળવણીમાં ઇ-ટેન્ડરિંગ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યુંન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એવો પણ આરોપ છે કે CVPPPLની 47મી બોર્ડ મીટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રિવર્સ ઓક્શનિંગની સાથે ઈ-ટેન્ડરિંગ દ્વારા ફરીથી કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવશે. પરંતુ CVPPPLની 48મી બોર્ડ મીટીંગમાં અગાઉની મીટીંગનો નિર્ણય પલટાયોહતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎