:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મોદી : પશુપાલકોની શક્તિનું પ્રતિક એટલે "અમૂલ", ઘણી બ્રાન્ડ્સ બનાવવામાં આવી પરંતુ અમૂલ જેવી કોઈ નથી

top-news
  • 22 Feb, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મહેમાન બન્યા છે. આ દરમિયાન આજે સવારે PM મોદી અમદાવાદ પહોંચ્યા અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયો હતો.

અહીં PM મોદીએ પોતાના સંબોધનમાં PM મોદીએ અમૂલ બ્રાન્ડની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો અને તેને સહકારની શક્તિ ગણાવી. તેમણે કહ્યું કે, આજે નાના પશુપાલકોનું આ સંગઠન જે મોટા પાયા પર કામ કરી રહ્યું છે તે સંગઠનની તાકાત છે. સહકારની શક્તિ છે. 50 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓએ ભેગા મળીને જે રોપા વાવ્યા હતા તે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને આ વિશાળ વટવૃક્ષની ડાળીઓ દેશ-વિદેશમાં ફેલાયેલી છે.

PM મોદીએ કહ્યું કે, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ નિમિત્તે આપ સૌને શુભેચ્છાઓ... ભારતની આઝાદી પછી દેશમાં ઘણી બ્રાન્ડ્સ બનાવવામાં આવી પરંતુ અમૂલ જેવી કોઈ નથી. આજે અમૂલ ભારતના પશુપાલકોની શક્તિનું પ્રતીક બની ગયું છે. PM એ કહ્યું કે, અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે જનભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાનું એકીકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા, અમૂલ એટલે મોટા સપના, મોટા સંકલ્પો અને મોટી સિદ્ધિઓ.

ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ નિમિત્તે PM મોદીએ કહ્યું કે, અમૂલ ભારતના ડેરી ક્ષેત્રની વાસ્તવિક કરોડરજ્જુ સ્ત્રી શક્તિ છે. અમૂલ એ એક ઉદાહરણ છે કે કેવી રીતે આગળ વિચારીને લીધેલા નિર્ણયો ક્યારેક ભવિષ્યની પેઢીઓનું ભાગ્ય બદલી નાખે છે. અમૂલ ભારતના પશુપાલકોની શક્તિનું પ્રતીક બની ગયું છે. 50 વર્ષ પહેલા ગુજરાતના ગામડાઓએ ભેગા મળીને જે વૃક્ષ વાવ્યું હતું તે આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે. GCMMFની સુવર્ણ જયંતિની ઉજવણીમાં 1.25 લાખથી વધુ ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. GCMMF એ સહકારી સંસ્થાઓની એકતા તેમની સાહસિકતા અને ખેડૂતોની દ્રઢતાનો પુરાવો છે, જેણે અમૂલને વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ્સમાંની એક બનાવી છે.

PM મોદીએ કહ્યું કે, આજે દુનિયાના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશોમાં ભારત પહેલા નંબરે છે. છેલ્લા 10 વર્ષમાં ભારતમાં દૂધ ઉત્પાદકમાં 60 ટકા વૃદ્ધિ કરી છે. દુનિયાના દેશોમાં ડેરી સેક્ટર માત્ર બે ટકાના દરથી આગળ વધે છે. જ્યારે ભારત 6 ટકા દરથી આગળ વધે છે. ભારતના ડેરી સેક્ટરની સૌથી મોટી વિશેષતા છે જેની ચર્ચા થતી નથી. આજે હું એ ચર્ચા કરવા માગું છે. 10 લાખ કરોડ ટર્નઓવરવાળી ડેરી સેક્ટરની મોટી કર્તાધર્તા આપણી માતાઓ, બહેનો અને દીકરીઓ છે. દેશમાં ઘઉં, શેરડી, ખાંડ મળીને જેટલું ટર્નઓવર કરે છે એના કરતા વધારે ડેરી સેક્ટરનું ટર્નઓવર છે. ભારતના ડેરી સેક્ટરનું અસલી બેકબોર્ન મહિલા શક્તિ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎