:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ઈરાનીએ પાકિસ્તાનમાં ઘુસીને પ્રહારો કર્યા આતંકવાદી કમાન્ડર ઈસ્માઈલ શાહબક્ષને સહયોગીઓ સાથે કર્યો ઠાર

top-news
  • 24 Feb, 2024

ઈરાનીએ ફરી એકવાર પાકિસ્તાનમાં ઘુસીને પ્રહારો કર્યા છે. તેમની સેનાએ જૈશ-અલ-અદલના ઠેકાણાઓ પર હુમલો કરીને આતંકવાદી સંગઠનના કમાન્ડર ઈસ્માઈલ શાહબક્ષ અને તેના કેટલાક અન્ય સહયોગીઓને મારી નાખ્યા છે. ઈરાનના સરકારી મીડિયાને ટાંકીને આ માહિતી બહાર આવી છે. અહેવાલ છે કે ઈરાનની સેનાએ શુક્રવારે સાંજે સીસ્તાન-બલુચિસ્તાનના સરહદી પ્રાંતની નજીક પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી શાહબક્ષને ઠાર માર્યો હતો. તાજેતરમાં બંને દેશોએ એકબીજા પર હવાઈ હુમલા કર્યા હતા.

એક રિપોર્ટ અનુસાર, જૈશ અલ-અદલની રચના વર્ષ 2012માં થઈ હતી. ઈરાને તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ એક સુન્ની આતંકવાદી જૂથ છે. આ સંગઠન ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનથી સંચાલિત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જૈશ અલ-અદલે ઈરાની સેનાના જવાનોને નિશાન બનાવ્યા છે અને તેમના પર હુમલા કર્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જૈશ અલ-અદલે સિસ્તાન-બલુચિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને તેની જવાબદારી લીધી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 11 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ગયા મહિને એકબીજાના વિસ્તારોમાં આતંકવાદી ટાર્ગેટ પર હવાઈ હુમલા બાદ પાકિસ્તાન અને ઈરાન સુરક્ષામાં સહયોગ કરવા માટે સંમત થયા હતા. આ કરારની જાહેરાત પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની અને તેમના ઈરાનના સમકક્ષ હોસૈન અમીર-અબ્દુલ્લાહિયન દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. આ પત્રકાર પરિષદ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયમાં યોજાઈ હતી. આ દરમિયાન જિલાનીએ કહ્યું હતું કે ઈરાન અને પાકિસ્તાન બંને જલદી ગેરસમજ દૂર કરી શકે છે. બંને દેશો પોતપોતાના ક્ષેત્રમાં આતંકવાદ સામે લડવા અને એકબીજાની ચિંતાઓને દૂર કરવા પણ સંમત થયા હતા.

ઈરાનના હુમલા બાદ ફરી એકવાર બંને દેશો વચ્ચે તણાવ વધવાની પૂરી શક્યતાઓ છે. સમજૂતી પહેલા તેહરાન અને ઈસ્લામાબાદ વચ્ચે તણાવ વધી ગયો હતો. ઈરાને જૈશ અલ-અદલના બે હેડક્વાર્ટરને નષ્ટ કરવા માટે 16 જાન્યુઆરીની મોડી રાત્રે પાકિસ્તાનમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ઈરાનના હુમલામાં બે બાળકોના મોત થયા છે અને ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે. હુમલા બાદ પાકિસ્તાને 17 જાન્યુઆરીએ ઈરાનથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા હતા. તેના એક દિવસ પછી, 18 જાન્યુઆરીએ, પાકિસ્તાને જવાબી કાર્યવાહીમાં ઈરાનની અંદર હુમલો કર્યો. ઈસ્લામાબાદે કહ્યું હતું કે તેણે આતંકવાદી સંગઠનો બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટના સ્થાનોને નિશાન બનાવ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎