:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

મરાઠા આરક્ષણ આંદોલને લીધું હિંસક સ્વરૂપ: તીર્થપૂરીમાં બસને સળગાવતા કર્ફ્યુ લાગુ કરાયો...

top-news
  • 26 Feb, 2024

 દેશમાં માંગણીઓને પૂર્ણ કરવા માટે આંદોલન એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે,એક બાજુ ખેડૂતો પોતાની માંગણી પૂર્ણ કરવા દિલ્હી કુચ કરવા જઈ રહ્યા છે,જ્યારે બીજી બાજુ મરાઠા અનામત મુદ્દે આંદોલન કરવા ઉતાર્યા છે. અને તેમાટે તેમનો રાજ્ય સરકાર સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે. આંબડ તાલુકાના તીર્થપુરી શહેરમાં દેખાવકારોએ રાજ્ય પરિવહનની બસને આગ ચાંપી હતી. મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણનો મુદ્દો શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. શિંદે સરકાર દ્વારા મરાઠાઓને 10 ટકા અનામત આપવાનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. આમ છતાં મરાઠા વિરોધીઓનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. જાલનામાં મરાઠા આરક્ષણનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ બસને આગ ચાંપી દીધી હતી.અંબાડ તાલુકામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો

મરાઠા આરક્ષણને લઈને આંદોલનકારીઓનો હોબાળો વધી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા જાલનાના અંબડ તાલુકામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે.દે સરકારે 20 ફેબ્રુઆરીએ બિલ પાસ કર્યું હતું. 20 ફેબ્રુઆરીએ, શિંદે સરકારે વિધાનસભામાં વિશેષ સત્ર બોલાવ્યું હતું અને મરાઠાઓને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામત આપવાનું બિલ પસાર કર્યું હતું.  મરાઠાઓને 52 ટકા આરક્ષણ આપવામાં આવતું હતું. 10 ટકા વધુ અનામત આપીને હવે તેમને 62 ટકા અનામત મળી છે.

રાજ્યમાં મરાઠાઓની વસ્તી 28 ટકા છે. સરકાર દ્વારા મરાઠાઓને અલગથી અનામત આપવામાં આવી છે જ્યારે તેઓ ઓબીસીમાં અનામતની માંગ કરી રહ્યા છે. મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગેનું કહેવું છે કે જો તેમને ઓબીસીના દાયરાની બહાર ક્વોટા આપવામાં આવે તો આરક્ષણ સામે કાનૂની પડકાર ઊભો થઈ શકે છે. કારણ કે સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર 50 ટકાથી વધુ અનામત કોઈને આપવામાં આવશે નહીં.

મનોજ જરાંગે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર મરાઠા સમુદાયના વિરોધને નબળો પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે ડેપ્યુટી સીએમ તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજ્યના મરાઠાઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎