:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

દ્રૌપદી મુર્મુ: જસ્ટિસ ખાનવિલકરને લોકપાલના અધ્યક્ષ નિયુક્ત કર્યા એક અધ્યક્ષ સિવાય લોકપાલમાં 4 ન્યાયિક-બિન ન્યાયિક સભ્યો

top-news
  • 28 Feb, 2024

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ એ. એમ ખાનવિલકરને લોકપાલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લોકપાલના નિયમિત અધ્યક્ષનું પદ 27 મે, 2022 ના રોજ ન્યાયમૂર્તિ પિનાકીન ચંદ્ર ઘોષની નિવૃત્તિ પછી ખાલી હતું. લોકપાલના ન્યાયિક સભ્ય જસ્ટિસ પ્રદીપ કુમાર મોહંતી કાર્યકારી અધ્યક્ષની ભૂમિકા ભજવી રહ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના એક નિવેદન અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ અજય માણિકરાવ ખાનવિલકરને લોકપાલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. જસ્ટિસ ખાનવિલકર જુલાઈ 2022માં સર્વોચ્ચ અદાલતમાંથી નિવૃત્ત થવાના હતા.

લોકપાલના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક વડા પ્રધાનની આગેવાની હેઠળની પસંદગી સમિતિની ભલામણોના આધારે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. એક અધ્યક્ષ સિવાય લોકપાલમાં 4 ન્યાયિક અને બિન ન્યાયિક સભ્યો હોઈ શકે છે. નિવૃત્ત ન્યાયાધીશો લિંગપ્પા નારાયણ સ્વામી, સંજય યાદવ અને ઋતુરાજ અવસ્થીને પણ લોકપાલના ન્યાયિક સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સુશીલ ચંદ્રા, ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ કુમાર અને અજય તિર્કીને લોકપાલના બિન-ન્યાયિક સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂંકો ચાર્જ સંભાળ્યાના દિવસથી જ અસરકારક રહેશે તેમ જણાવાયું હતું.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા લોકસભામાં રજૂ કરાયેલા વચગાળાનાબજેટ2024-25માં લોકપાલને રૂ. 33.32 કરોડ ફાળવવામાં આવ્યા હતા. જેથી તે તેની સ્થાપના અને બાંધકામ સંબંધિત ખર્ચાઓને પહોંચી વળે. 2023-24ના બજેટમાં લોકપાલને શરૂઆતમાં 92 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ બાદમાં આ અંગેની અંદાજપત્રીય જોગવાઈ વધારીને રૂ. 110.89 કરોડ કરવામાં આવી હતી. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) ને વચગાળાના બજેટમાં 2024-25 માટે 51.31 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ જોગવાઈ પંચના સચિવાલયના ખર્ચ માટે કરવામાં આવી છે. CVCને નાણાકીય વર્ષ 2023-24 માટે રૂ. 44.46 કરોડ ફાળવવામાં આવ્યા હતા જે બાદમાં વધારીને રૂ. 47.73 કરોડ કરવામાં આવ્યા હતા.

ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ કુમારની લોકપાલમાં નિયુક્તિ કરવામાં આવી છે.  પંકજ કુમારને રાષ્ટ્રપતિએ લોકપાલમાં નિયુક્ત કર્યા છે.  પંકાજકુમાર 1986થી ભારતીય સનદી અધિકારી તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. પંકજ કુમાર બિહારના પટનાના વતની છે. તેણે  આઈ.આઈ.ટી કાનપુરથી સિવિલ એન્જિનિયરિંગ ક્ષેત્રે બી.ટેકનો અભ્યાસ કર્યો છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎