:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

લોકસભાની ચૂંટણી માટે ભાજપના 100 ઉમેદવારો : મિશન 370 -પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી ટુંક સમયમાં ...

top-news
  • 28 Feb, 2024

લોકસભાની ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બચ્યા છે. ત્યારે ભાજપે ઉમેદવારો નક્કી કરવાની કવાયત તેજ કરી દીધી છે. મિશન 370 પૂર્ણ કરવા માટે, ભાજપનું સંપૂર્ણ ધ્યાન હવે ઉમેદવારોની પસંદગી પર છે. લોકસભા ચૂંટણી 2024 માટે પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી આ અઠવાડિયે જાહેર થઈ શકે છે. 

અહેવાલ અનુસાર આમાં લગભગ 100 ઉમેદવારોના નામ સામેલ થઈ શકે છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પહેલી યાદીમાં જ હોઈ શકે છે. પીએમ મોદી વારાણસીથી ત્રીજી વખત ચૂંટણી લડે તેવી પૂરી સંભાવના છે. બીજેપીએ નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં લગભગ એક ડઝન રાજ્યોના કોર ગ્રુપની બેઠક બોલાવી છે. બીજેપી ચીફ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દરેક રાજ્યના નેતાઓ સાથે અલગ-અલગ વાત કરશે. 

દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ, રાજ્યના પ્રભારીઓ અને અન્ય વરિષ્ઠ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આ બેઠકોમાં જ લોકસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવશે.ગુરુવારે ભાજપની લોકસભા ચૂંટણી પ્રચારને લગતી મહત્વની બેઠક યોજાશે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક નવી દિલ્હીમાં પ્રસ્તાવિત છે. પાર્ટીની પ્રથમ યાદીને અહીંથી અંતિમ મંજૂરી મળશે. ભાજપના 100 જેટલા ઉમેદવારોની પ્રથમ યાદી 1 અથવા 2 માર્ચે જાહેર થાય તેવી શક્યતા છે. 

સાથે જ 2019માં ભાજપ જે બેઠકો હારી ગયું હતું તે બેઠકો પર ચૂંટણી સમિતિની બેઠકમાં વિચારણા થઈ શકે છે. તાજેતરની ચૂંટણીઓ દ્વારા જે લોકોને રાજ્યસભામાં મોકલી શકાયા નથી, તેમના લોકસભાના ઉમેદવારો અંગે પણ ચર્ચા થઈ શકે છે. 

ભાજપ 1984ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ઐતિહાસિક જીત કરતાં મોટી જીત નોંધાવવા માંગે છે. ભાજપના નેતાઓને વિશ્વાસ છે કે 2024માં તેઓ 2019ના આંકડાને વટાવી જશે. આ માટે પીએમએ કેબિનેટ મંત્રીઓને ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસ માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા કહ્યું છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎