:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ભગેડું તૃણમૂલના નેતા શેખ શાહજહાંની 55 દિવસ પછી ધરપકડ સંદેશખાલીમાં જાતીય હિંસા-જમીન પચાવી પાડવાનો આરોપ

top-news
  • 29 Feb, 2024

છેલ્લા કેટલાય સમયથી પશ્ચિમ બંગાળમાં શેખ શાહજહાંના વિરોધમાં પ્રદર્શન થઈ રહયા હોવા છત્તા પોલીસ તેને પકડવામાં સફળતા મેળવી શકી નહતી. તેમના વિરોધમાં મહિલાઓ દ્વારા સખત પ્રદર્શન કરવામાં આવી રહયા હતા. છેવટે બંગાળ હાઇકોર્ટની કડક ટિપ્પણની બાદ પોલીસ એક્શનમાં આવતાં શેખની ધરપકડ શક્ય બની હતી.

તેમના વિરુદ્ધ સંદેશખાલીમાં જાતીય હિંસા અને જમીન પચાવી પાડવાના આરોપ છે. તેથી તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંની બંગાળ પોલીસે 55 દિવસ પછી ઉત્તર 24 પરગણાના મીનાખાન વિસ્તારમાંથી ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, તે સમયે તેના મુખ પર અફસોસની ભાવના સહેજ પણ જોવા મળી ન હતી. 

કોલકાતા હાઈકોર્ટે પોલીસને ઠપકો આપ્યો અને તાત્કાલિક ધરપકડનો આદેશ આપ્યાના ત્રણ દિવસ બાદ આ ધરપકડ થઈ છે. પશ્ચિમ બંગાળ પોલીસે સંદેશખાલી હિંસા અને ED પર હુમલાના આરોપી શાહજહાં શેખને ગુરુવારે બસીરહાટ કોર્ટમાં રજૂ કર્યો હતો. બસીરહાટ કોર્ટે શાહજહાં શેખને 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. પશ્ચિમ બંગાળ પોલીસે કોર્ટમાં ટીએમસી નેતા શાહજહાં શેખના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

તૃણમૂલ કોંગ્રેસ નેતા શેખ શાહજહાંને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાનનો એમનો એક વીડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેની બોડી લેંગ્વેજ જોતા એવું લાગતું નહોતું કે તેના પર આટલા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હોય. તે દબંગની જેમ કોર્ટમાં હાજર થવા પહોંચ્યો હતો.

ટીએમસી નેતા શાહજહાં સંદેશખાલીમાં મહિલાઓ પર યૌન શોષણ, જમીન હડપ કરવા અને ED પર હુમલાના કેસમાં મુખ્ય આરોપી છે. અનુસૂચિત જનજાતિ માટેના રાષ્ટ્રીય આયોગને આદિવાસી પરિવારોના 'જાતીય શોષણ અને જમીન હડપ કરવા' માટે TMC નેતા અને તેના સહયોગીઓ સામે 50 ફરિયાદો મળી છે. રાજ્ય સરકારના અધિકારીઓએ જણાવ્યું કે તેમને લગભગ 1,250 ફરિયાદો મળી છે, જેમાંથી 400 કેસ જમીન સંબંધિત છે. ધરપકડના મામલે વિપક્ષ સતત મમતા સરકાર પર નિશાન સાધી રહ્યું હતું.

શાહજહાં શેખની ઓળખ ટીએમસીના એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે થાય છે. તે સંદેશખાલી યુનિટના ટીએમસી અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. પહેલી વખત શાહજહાં શેખ તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે 5 જાન્યુઆરીએ ઈડીની ટીમ શાહજહાંથી બંગાળ રાશન વિતરણ સ્કેમમાં પુછપરછ માટે પહોંચી હતી. તે સમયે તેમની ગેંગે ઈડીની ટીમ પર હુમલો કરી દીધો હતો. તેના બાદથી ઈડી સતત પુછપરછ માટે શાહજહાં શેખને સમન જાહેર કરી રહી છે. પરંતુ ઈડીની ટીમ પર હુમલા બાદથી શાહજહાં શેખ ફરાર છે જેને 55 દિવસ થઈ ચુક્યા છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎