:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

આગામી ચૂંટણીના ઉમેદવારોના નામોની યાદી ટુંક સમયમાં જાહેર દિલ્હી બીજેપી હેડક્વાર્ટરમાં પાર્ટીની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક માં કરાયો નિર્ણય

top-news
  • 02 Mar, 2024

 દિલ્હીમાં ભાજપ પોતાના હેડ ક્વાટર ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવનાર છે. જેમાં  ભાજપ આગામી લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ઉમેદવારોની પ્રથમ યાદીમાં હોવાની આશા છે. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહનું નામ પણ લિસ્ટમાં સામેલ થવાની અટકળો છે. એવું માનવામાં આવે છે કે પ્રથમ યાદીમાં વારાણસી, અયોધ્યા, પ્રયાગરાજ, આઝમગઢ અને ગોરખપુર સહિત ઉત્તર પ્રદેશની ઘણી મોટી બેઠકો માટેના ઉમેદવારોના નામ સામેલ હશે. 

ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે 29 ફેબ્રુઆરીએ દિલ્હી બીજેપી હેડક્વાર્ટરમાં પાર્ટીની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠક રાત્રે 8 વાગ્યે શરૂ થઈ હતી અને સવારે લગભગ 4 વાગ્યા સુધી ચાલી હતી. જેમાં PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના અગ્રણી ભારતીય નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં લગભગ 17 રાજ્યોની લોકસભા બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી અને 155 થી વધુ બેઠકો પર નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેની વિગતો આજે યોજાનારી ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

ભાજપની બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, પ્રદેશ પ્રમુખ, પ્રભારી, સહ પ્રભારી અને ચૂંટણી પ્રભારી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, આસામ, ઉત્તરાખંડ અને ગોવાના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  બેઠકમાં ઉત્તર ભારતના તમામ રાજ્યો ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, કેરળ અને તમિલનાડુની લોકસભા બેઠકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી લોકસભા ચૂંટણી માટે 400ને પાર કરવાનો નારો આપ્યો છે. ભાજપ એકલા હાથે 370થી વધુ બેઠકો મેળવવાનું લક્ષ્ય ધરાવે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎