:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ભાજપનો અડગ આત્મ વિશ્વાસ ,મંત્રીઓ સાથે બેઠકોનો દોર : ચૂંટણી પછીના 100 દિવસનો પ્લાન તૈયાર

top-news
  • 04 Mar, 2024

આવનાર લોકસભા ચૂંટણીમાં PM મોદીને જીતનો વિશ્વાસ છે , આ આત્મ વિશ્વાસ તેમના ગઇકાલે મળેલ કેન્દ્રીય કેબિનેટની છેલ્લી મિટિંગ પરથી લગાવી શકાય તેમ છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 માર્ચે લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં છેલ્લી વખત મંત્રી પરિષદની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ચૂંટણીની તૈયારીઓની સાથે ચૂંટણી પછીની કામગીરી માટે પણ આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. 

ભાજપને પોતાની જીત પર એટલો વિશ્વાસ છે કે, તેમણે ચૂંટણી બાદ 100 દિવસના કામકાજ  માટેનો એક્શન પ્લાન બનાવ્યો છે.લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં છેલ્લી વખત મંત્રી પરિષદની બેઠક દરમિયાન વિકસિત ભારત 2047 માટેના રોડમેપ અને આગામી પાંચ વર્ષ માટે વિગતવાર એક્શન પ્લાન સંબંધિત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મોદીના વિકસિત ભારત માટેના વિઝનની ચર્ચા કરવામાં આવી હતી. જેમ કે દરેક યુવાનો માટે શૂન્ય ગરીબી, કૌશલ્ય અને કલ્યાણ યોજનાઓ.

એક ખાનગી મીડિયા અહેવાલ મુજબ PM મોદીએ તેમના અધિકારીઓને કહ્યું કે, તેઓ સરકારી પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું ચાલુ રાખે અને ચૂંટણીના સમયગાળાને રજા તરીકે ન લે કારણ કે આ દરમિયાન પાર્ટી નેતૃત્વ ચૂંટણી પ્રક્રિયામાં વ્યસ્ત રહેશે. તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, ચૂંટણી બાદ સરકાર પરત આવશે ત્યારે નવા જોશ અને ઉત્સાહ સાથે કામ કરશે. રિપોર્ટ અનુસાર આ બેઠકમાં મે મહિનામાં નવી સરકારની રચના બાદ તરત જ કામ શરૂ કરવા માટે 100 દિવસનો એજન્ડા પણ તૈયાર કરવામાં આવ્યો હતો.

PM મોદી 4 થી 6 માર્ચ દરમિયાન તેલંગાણા, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારની મુલાકાતે જવાના છે. તે તેલંગાણાના અદિલાબાદમાં રૂ. 56,000 કરોડ અને સાંગારેડ્ડીમાં આશરે રૂ. 6,800 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM મોદી હૈદરાબાદમાં સિવિલ એવિએશન રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (CARO)નું ઉદ્ઘાટન કરશે. તે સ્વદેશી પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરના કોર લોડિંગના સાક્ષી બનવા માટે તમિલનાડુમાં કલ્પક્કમ પહોંચશે.

PM મોદી ઓડિશાના ચંદીખોલમાં રૂ. 19,600 કરોડની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ સિવાય PM મોદી કોલકાતામાં 15,400 કરોડ રૂપિયાના અનેક કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ અને બિહારના બેતિયામાં 12,800 કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન કરશે. મુઝફ્ફરપુર-મોતિહારી એલપીજી પાઈપલાઈનનું પણ ઉદ્ઘાટન થવાનું છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું છે કે, 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીની તારીખ 13 માર્ચે જાહેર થઈ શકે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎