:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મોદી કોલકાતામાં દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું કરશે ઉદ્ઘાટન પૂર્વ-પશ્ચિમ કોરિડોર માટે બનેલ અંડરવોટર ટનલ હાવડાને શહેર સાથે જોડશે

top-news
  • 04 Mar, 2024

લોકસભાનું ચુંટણી પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઇ રહયા છે. આ કાર્યક્રમ હેઠળ મોદી 6 માર્ચે પશ્ચિમ બંગાળ તેમજ બિહારની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન PM મોદી કોલકાતામાં દેશનો પ્રથમ એન્જિનિયરિંગનો ચમત્કાર અંડરવોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કરશે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર આ મેટ્રો હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચે દોડશે. આ સાથે PM મોદી કોલકાતામાં કરોડો રૂપિયાના કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 

PM મોદી કોલકાતા મેટ્રોના હાવડા મેદાન-એસ્પ્લેનેડ મેટ્રો સેક્શન, કવિ સુભાષ સ્ટેશન-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તારાતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન કરશે. આ અંડરવોટર મેટ્રો ટનલ હુગલી નદીના સ્તરથી 32 મીટર નીચે ચાલશે. આનાથી લોકોનો અવરજવરનો ​​સમય ઘટશે. તે સેક્ટર V થી હાવડા સુધી ચાલશે. હુગલીની નીચે ચાલતી દેશની પ્રથમ અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે. 

કોલકાતા મેટ્રોની હાવડા મેદાન-એસ્પ્લેનેડ મેટ્રો ટનલ એ ભારતની કોઈપણ નદીની નીચે બાંધવામાં આવેલી પ્રથમ ટનલ છે. આ સાથે હાવડા મેટ્રો સ્ટેશન એ ભારતનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન છે. આ ઉપરાંત માજેરહાટ મેટ્રો સ્ટેશન (તારાતલા-માજેરહાટ મેટ્રો સેક્શનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે) એ એન્જિનિયરિંગની અનોખી અજાયબી છે. આ એકમાત્ર મેટ્રો સ્ટેશન છે જે સીધા રેલ્વે ટ્રેક અને પ્લેટફોર્મની ઉપર બનેલ છે. 

કોલકાતા મેટ્રો રેલ્વેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર કૌશિક મિત્રાએ કહ્યું કે, આ PM મોદી તરફથી કોલકાતાના લોકોને ભેટ છે. આ ઉદ્ઘાટન સાથે લાંબા સમયનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, કોલકાતા મેટ્રો પર કામ 1970ના દાયકામાં શરૂ થયું હતું, પરંતુ મોદી સરકારના છેલ્લા 10 વર્ષમાં જે પ્રગતિ થઈ છે તે પાછલા 40 વર્ષની સરખામણીમાં ઘણી વધારે છે.

તેમણે કહ્યું કે, વડા પ્રધાનનું ધ્યાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને દેશ માટે પાયો નાખવા પર છે, જે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે. કોલકાતા મેટ્રોનું કામ અનેક તબક્કામાં આગળ વધ્યું. વર્તમાન તબક્કામાં શહેરના પૂર્વ-પશ્ચિમ મેટ્રો કોરિડોર માટે નદીની નીચે એક ટનલ બનાવવામાં આવી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎