:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સાંસદો કે ધારાસભ્યોને કાનૂની સરક્ષણ નહીં મળે: વોટના બદલે નોટ બાબતે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય...

top-news
  • 04 Mar, 2024

રાજકીય પક્ષને જીતાડવા માટે વોટ આપી તેના બદલામાં નિર્ધારિત રકમ લેવાનું ચલણ દેશના રાજકારણમાં વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યુ છે. તેથી જ આ મામલની દખલ સુપ્રીમ કોર્ટ લીધી અને તેની બંધારણીય બેન્ચે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સોમવારે 7 સભ્યોની ડિવિઝન બેન્ચે સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયને રદ કરીને નવો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે નોટોના બદલામાં મતદાનના મામલે સાંસદોને કોઈપણ છૂટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના 7 જજોની બંધારણીય બેંચે સોમવારે આ નિર્ણય સંભળાવ્યો. આ રીતે કોર્ટે પોતાના જ જૂના નિર્ણયને પલટી નાખ્યો છે. કલમ 105ને ટાંકીને કોર્ટે કહ્યું કે,  લાંચના કેસમાં સાંસદોને કોઈ રાહત આપી શકાય નહીં. 1993માં નરસિમ્હા રાવ સરકારના સમર્થનમાં મત આપવા માટે સાંસદોને લાંચ આપવાના આરોપો લાગ્યા હતા.

આના પર 1998માં 5 જજોની બેન્ચે 3-2ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે, સંસદમાં સાંસદ જે પણ કામ કરે છે, તે તેમના વિશેષાધિકારમાં આવે છે. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે વિશેષાધિકારની વ્યાખ્યા બદલી છે. ખંડપીઠે કહ્યું કે, કલમ 105 સામાન્ય નાગરિકોની જેમ સાંસદો અને ધારાસભ્યોને લાંચ લેવાથી મુક્તિ આપતી નથી. વાસ્તવમાં 1998ના નિર્ણયમાં બંધારણીય બેંચે કહ્યું હતું કે, જો સંસદમાં કોઈ કામ થાય છે, તો તે સાંસદોનો વિશેષાધિકાર છે અને તેના પર કાર્યવાહી થઈ શકે નહીં. પરંતુ હવે કોર્ટ દ્વારા નવા નિર્ણય સાથે તે રાહત પાછી ખેંચી લેવામાં આવી છે.

આ નિર્ણય અનુસાર જો સાંસદો વોટના બદલામાં લાંચ લેશે તો તેમની સામે પણ સામાન્ય નાગરિકોની જેમ કાર્યવાહી કરવામાં આવશે. ભલે તેણે સંસદમાં પ્રશ્નો પૂછવા માટે જ લાંચ લીધી હોય.આ મુદ્દે કડક વલણ અપનાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાંસદો દ્વારા લાંચ લેવી કે ભ્રષ્ટાચાર કરવો એ બંધારણના સિદ્ધાંતો અને આદર્શોનું ઉલ્લંઘન છે.

સાંસદોના વિશેષાધિકારોની સ્પષ્ટતા કરતા બેન્ચે કહ્યું કે આ સંસદીય કાર્યવાહીને લાગુ પડે છે. પરંતુ જો સંસદીય કાર્યની બહાર કોઈ લાંચ લેવામાં આવે તો તેને મુક્તિ આપી શકાય નહીં. ખંડપીઠે કહ્યું કે જો આવી અનચેક મુક્તિ આપવામાં આવશે તો એક વર્ગ ઉભો થશે જેને ભ્રષ્ટાચારમાંથી પણ રાહત મળશે. આ રીતે, સાંસદ અથવા ધારાસભ્યને સંસદ અથવા વિધાનસભામાં ભાષણ અથવા મતદાન માટે ચલણી નોટોનો ઉપયોગ કરવાથી મુક્તિ આપી શકાતી નથી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎