:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વિશ્વનો પહેલો દેશ-બંધારણમાં ગર્ભપાતના અધિકારનો સમાવેશ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મહિલાઓને પહેલા જ વચન આપ્યું હતું

top-news
  • 05 Mar, 2024

ફ્રાન્સ તેના બંધારણમાં ગર્ભપાતના અધિકારનો સમાવેશ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. સમગ્ર વિશ્વમાં ગર્ભપાત વિરોધી જૂથો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. આમ છતાં મેક્રોનની સરકારે કડકાઈ બતાવી અને મોટો નિર્ણય લીધો. ફ્રાન્સની સંસદમાં આ બિલની તરફેણમાં 780 વોટ પડ્યા હતા. વિરોધમાં માત્ર 72 મત પડ્યા હતા. ઘણા ગર્ભપાત અધિકાર કાર્યકર્તાઓ પેરિસમાં એકઠા થયા હતા અને આ નિર્ણયને આવકારતા હતા.

જો સર્વેની વાત કરીએ તો અમેરિકા કે અન્ય દેશ કરતાં ફ્રાન્સમાં ગર્ભપાતના અધિકારને વધુ સમર્થન મળ્યું છે. અહીં લગભગ 80 ટકા લોકોએ આ અધિકારને સાચો માન્યો. ફ્રાન્સના વડા પ્રધાન ગેબ્રિયલ અટ્ટલે કહ્યું, અમે તમામ મહિલાઓને સંદેશ આપી રહ્યા છીએ. તમારું શરીર તમારું એકલું છે. તમારા સિવાય બીજા કોઈને પણ આ સંબંધમાં નિર્ણય લેવાનો અધિકાર નથી.

ફ્રાન્સમાં 1974થી મહિલાઓને ગર્ભપાતનો કાયદેસર અધિકાર છે. 2022 માં, યુએસ સુપ્રીમ કોર્ટે રો Vs વેડ ના નિર્ણયને ઉથલાવી દીધો અને ગર્ભપાતના કાયદાકીય અધિકારને નાબૂદ કર્યો. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેમણે મહિલાઓને પહેલાથી જ વચન આપ્યું છે કે તેઓ ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપશે.

આ સુધારા બિલ જણાવે છે કે ફ્રાન્સમાં ગર્ભપાતની ગેરંટી સાથે સ્વતંત્રતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્રાન્સની સરકાર મહિલા દિવસના અવસર પર એક મોટા કાર્યક્રમનું આયોજન કરશે અને આ નિર્ણયની ઉજવણી કરશે. ફ્રેન્ચ ડાબેરીઓ આને પોતાની સૌથી મોટી જીત માની રહ્યા છે. કેથોલિક ચર્ચે પણ આ બિલનો વિરોધ કર્યો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎