:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો : કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી ભાજપમાં જોડાયા

top-news
  • 05 Mar, 2024

લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થયું ગયું છે. અને હવે ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે એવામાં  રાજકીય પાર્ટીના સભ્યો કોઈને કોઈ સંજોગોવશાત પોતાની પાર્ટી છોડી અન્ય પાર્ટીમાં સામેલ થઇ રહ્યા છે. એવાંમાં દેશની સૌથી જૂની પાર્ટીને  અત્યારની પરિસ્થિતિ જોતાં વધારે માર પડી રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા  છે. એમાં ગુજરાત કોંગ્રેસના જાણીતા નામ એવા અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાએ પાર્ટીને અલવિદા કહી દીધું છે. અને ભાજપમાં આજે તેઓ જોડાઈ ગયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના વધુ એક નેતા જામનગરના આહીર સમાજ અગ્રણી મુળુભાઈ કંડોરીયાએ પણ પક્ષ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે.

ગઈકાલે અંબરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા એ કોંગ્રેસમાંથી રાજીનામાં આપ્યા હતા. અને આજે કંડોરીયા એ પણ રાજીનામુ આપી દીધું હતું. ત્યારબાદ આ ત્રણેય નેતાઓ અત્યારે ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમને કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા છે. કોંગ્રેસની ડૂબતી નાવડી જોઈ પક્ષ પલટો કરી લીધો છે.

ત્રણેય નેતાઓને આવકારવા ભાજપમાં વેલકમ કાર્યક્રમ યોજાયો હતો અને પક્ષના મોટા નેતાઓની હાજરીમાં તેઓને આવકારવામાં આવ્યા છે. સાથે જ અંબરીશ ડેરના ભાજપમાં જોડાવાના સંકેત થોડા સમય પહેલા અમરેલીમાં યોજાયેલ એક કાર્યક્રમમાં સી.આર.પાટીલે જ આપ્યા હતા અને ત્યારબાદ આ વાતને અંબરીશ ડેરે રદિયો પણ આપ્યો હતો. પરંતુ આજે કેસરિયો ધારણ કરી તેમને આ વાત સત્ય સાબિત કરી દીધી છે.

બીજી બાજુ પોરબંદરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ પક્ષ પલટો કરી લીધો છે. અને તેઓ ઘણા સમયથી પક્ષથી નારાજ ચાલતા હતા. જેથી હવે તેમને પક્ષ પલટો કરી દીધો છે. તેથી હાલ ભાજપ વધુને વધુ મજબૂત બની રહ્યું છે અને કોંગ્રેસ વધુ નબળી પડી રહી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎