:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત : સીટ ફાળવણીની ચર્ચા શાહે મુશ્કેલ ડીલ સાથે એક વચન આપ્યુ,

top-news
  • 06 Mar, 2024

ગૃહમંત્રી અમિત શાહે લોકસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રની સીટોની ફાળવણી માટે મુલાકાત લીધી હતી, આ મુલાકાતમાં તેમણે એકનાથશિંદે અને અજીત પવાર સાથે NDAગઠબંધનની બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરી. અમિત શાહ, સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અજિત પવારની સાથે-સાથે દેવેન્દ્ર ફડણવીસને પણ મળ્યા હતા. લોકસભાની ચૂંટણીને લઈને બેઠકોની વહેંચણીના મુદ્દે એકનાથ શિંદે અમિત શાહ સમક્ષ થોડા નરમ દેખાયા અને તમણે જે શરૂઆતમાં 22 બેઠકોની માંગ કરી રહી હતી, તે ઘટાડીને 13 લોકસભા બેઠકો આપવાની વાત કરી હતી

અજિત પવારે પણ બારામતી સહિત 8 બેઠકો આપવામાં આવે તેવી માંગણી શાહ સમક્ષ કરી, જે મુદ્દે અમિત શાહે એક મુશ્કેલ ડીલ રાખી અને એકનાથ શિંદેની શિવસેનાને 10 બેઠકો ઓફર કરી અને અજિત પવારની પાર્ટીને માત્ર 4 સીટો આપવાનું કહ્યું હતું. આમ અમિત શાહ સીટોની વહેચણી મામલે વધુ સ્પષ્ટ જૉવા મળ્યા હતા. અજીત પવારને જે ચાર બેઠકો આપવાની વાત કરી હતી તેમાં એક બેઠક બારામતી અને બીજી બેઠક ગઢ ચિરૌલીની છે. બારામતી બેઠક પરથી અજિત પવાર તેમની પત્ની સુનેત્રાને મેદાનમાં ઉતારવા માંગે છે. શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે બારામતી બેઠક પરથી સાંસદ રહી ચૂકી છે અને તે આ જ બેઠક પરથી 2024ની પણ ચૂંટણી લડશે તેમ મનાય છે.

અજિત પવાર રાજ્ય સરકારના મંત્રી ધરમરાવ બાબા આત્રામને ગઢચિરોલીથી લોકસભાની ચૂંટણીના મેદાનમાં ઉતારવા માંગે છે. મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48માંથી 32 બેઠકો પર ભાજપ ચૂંટણી લડવા માંગે છે અને બાકીની બેઠકો ગઠબંધન ભાગીદારો એકનાથ શિંદે ની શિવસેના અને અજીત પવારની એનસીપીને ઓફર કરી છે.અમિત શાહે આ બન્નેને 14 બેઠકોની ઓફર કરતા કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં બીજેપીની જીતની શક્યતાઓ વધારે છે. તેથી ભાજપને વધુ બેઠકો આપો. તેની સામે ભાજપ, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ગઠબંધન ભાગીદારો માટે વધુ બેઠકો ફાળવશે. આ રીતે અમિત શાહે મુશ્કેલ ડીલ કરવાની સાથે એક મોટું વચન પણ આપી દીધુ છે.

ભાજપ મહારાષ્ટ્રની પરભણી, ઔરંગાબાદ, ઉસ્માનાબાદ અને રત્નાગીરી સિંધુદુર્ગની બેઠકોમાં પણ ફેરબદલ ઈચ્છે છે. હવે મુંબઈની વાત કરીએ તો એકનાથ શિંદેની પાર્ટીએ અહીં 2 સીટોની માંગણી કરી છે. પરંતુ ભાજપ માત્ર થાણે સીટ આપવા માંગે છે.આ બેઠક એકનાથ શિંદેની શિવસેનાનો ગઢ રહી છે અને ખાસ કરીને એકનાથ શિંદેનો સારો પ્રભાવ રહ્યો છે. મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં અમિત શાહે સ્પષ્ટ ઓફર કરી હતી કે તમે લોકો હવે ઓછી બેઠકો લો. પછી બદલામાં તમને વિધાનસભામાં વધુ સીટો ઓફર કરવામાં આવી શકે છે.

દરમિયાન બીજેપીના એક નેતાએ કહ્યું કે હવે મહારાષ્ટ્રની સીટો પર પણ વિચાર કરવામાં આવશે. હાલમાં જે બેઠકો માટે મતભેદ છે તે સિવાયના કેટલાક ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે. તેઓ આગામી થોડા દિવસોમાં ત્રણેય સહયોગી બેઠકોનો મુદ્દો ઉકેલશે.અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત સીટ વહેંચણીના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ હતી. દરમિયાન તેમણે સંભાજીનગરમાં એક રેલીને પણ સંબોધી હતી. અહીં તેમણે વર્તમાન સાંસદ ઈમ્તિયાઝ જલીલનો ઉલ્લેખ કરતા કહ્યું કે અહીંથી નિઝામના શાસનને ખતમ કરવાની જરૂર છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎