:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પ્રિયંકા-રાહુલ તેમની જૂની બેઠકો પરથી લડશે ચૂંટણી, કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે ચર્ચા શરુ, સત્તાવાર જાહેરાત બાકી

top-news
  • 06 Mar, 2024

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો ખાસ કરીને ગાંધી પરિવારનો ગઢ ગણાતા રાયબરેલી અને અમેઠીની સીટ પરથી કોણ મેદાનમાં ઉતરશે તેની અટકળોનો દોર પૂરો થતો દેખાઈ રહ્યો છે. અહેવાલ મુજબ કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાડ્રાને રાયબરેલીથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે જ્યારે રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડ એમ બંને સીટો પરથી ચૂંટણી લડી શકે તેવું  લગભગ નક્કી છે. જોકે ઉમેદવારીની સત્તાવાર જાહેરાત બાકી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રિયંકા ગાંધી રાયબરેલી બેઠક પરથી ચૂંટણી પદાર્પણ કરવા જઈ રહ્યાં છે. તેમની સાથે રાહુલ 2019ની લોકસભા ચૂંટણીની જેમ અમેઠી અને વાયનાડથી ચૂંટણી લડશે. જાણવા જેવી વાત એ છે કે કેરળની વાયનાડ બેઠક માટે ડાબેરી પક્ષો દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ અમેઠીને લઇને પણ ચર્ચાઓ તેજ થઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી દીવ-દમણથી ચૂંટણી લડવાની પણ અફવા ઉડી હતી જોકે આ અફવા જ રહી. દમણ-દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે જણાવ્યું હતું કે, એ વાત સાચી છે કે પ્રિયંકા ગાંધી દમણ દીવ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ અંગે કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા ચાલી રહી છે. આ બેઠક પરથી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવાનું ગણિત ઘડવામાં આવ્યું છે. તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધીને આ નાના કેન્દ્રશાસિત પ્રદેશમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવી શકે છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રાયબરેલી સીટ પર 2004થી જીત મેળવી રહ્યા હતા. 2019માં ઉત્તર પ્રદેશની 80 બેઠકો પર તેઓ એકમાત્ર કોંગ્રેસી સાંસદ હતા. આ વખતે તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં ગયા હતા. જો કે કહેવામાં આવી રહ્યું છે કે અમેઠીની જનતાને લખેલા પત્રમાં તેમણે ગાંધી પરિવારમાંથી ઉમેદવાર હોવાનો સંકેત આપી દીધો હતો.

રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પરથી પણ ચૂંટણીમાં પદાર્પણ કર્યું હતું. આ પછી તેણે 2009 અને 2014માં પણ જીત મેળવી હતી. જો કે ગત લોકસભા ચૂંટણીમાં તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ 50 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎