:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કોંગ્રસના નેતા સુરેશ પચૌરી 5 પૂર્વ MLA સાથે ભાજપમાં જોડાયા પાર્ટી અધ્યક્ષ ન હોવા છતાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.

top-news
  • 09 Mar, 2024

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરી આજે ભાજપમાં જોડાયા છે. સુરેશ પચૌરી નરસિમ્હા રાવ સરકારમાં રક્ષામંત્રી તેમજ મનમોહન સરકારમાં પણ કેન્દ્રીય મંત્રી હતા. પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને ધારના પૂર્વ સાંસદ ગજેન્દ્ર સિંહ રાજુખેડી, ગત વિધાનસભામાં ઈન્દોરના એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્ય સંજય શુક્લા, પૂર્વ ધારાસભ્યો વિશાલ પટેલ, અર્જુન પાલિયા, સતપાલ પાલિયા અને ભોપાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કૈલાશ મિશ્રા પણ ભાજપમાં જોડાયા હતા. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની મધ્યપ્રદેશથી વિદાયના ત્રીજા દિવસે કોંગ્રેસને આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

પ્રદેશ કાર્યાલયમાં CM ડૉ. મોહન યાદવ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્મા, પૂર્વ CM શિવરાજ સિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રાની સામે કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા. સૂત્રોનું માનીએ તો સુરેશ પચૌરી ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. આ પહેલાં કૈલાશ વિજયવર્ગીયે કહ્યું, 11 વાગ્યે જુઓ ઇન્દોરથી મોટો લોટ આવવાનો છે.

ઇન્દોર-1ના પૂર્વ ધારાસભ્ય સંજય શુક્લાને ભાજપનો ખેસ પહેરાવતી સમયે મંત્રી કૈલાશ વિજયવર્ગીયે હસીને કહ્યું- પહેલાં તારી ગાળો સાંભળી, હવે તને લેવો પડે છે. આ સાંભળીને સંજય જોરથી હસી પડ્યા. તેમના આ મજાકનો વીડિયો સામે આવ્યો છે.

આપણે કૈલાશ વિજયવર્ગીય પાસેથી મંત્ર શીખવો પડશે કે જો આપણે ચૂંટણી લડીએ તો કેવી રીતે જીતવું. મારો ઉદ્દેશ્ય સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા હતો. કોંગ્રેસમાં એક સૂત્ર હતું, 'ન જ્ઞાતિ, ન જાતિ', પરંતુ કોંગ્રેસમાં આ સૂત્રને બાજુ પર મૂકી દેવામાં આવ્યું છે. આજે જ્ઞાતિની વાત છે. જેના કારણે વંશીય સંઘર્ષ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં જે રાજકીય અને ધાર્મિક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તે આપણને દુઃખી કરી રહ્યા છે.

પચૌરીએ કહ્યું, જ્યારે ભગવાન શ્રી રામજીની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે તેના આમંત્રણ પત્રને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને નકારી કાઢવામાં આવ્યું હતું. મને આઘાત લાગ્યો. હું શરૂઆતથી જ અયોધ્યામાં રામ મંદિર બનાવવાના પક્ષમાં છું. આમંત્રણ પત્રને નકારવાની જરૂર નહોતી. હું સ્વામી શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજીનો દીક્ષિત શિષ્ય છું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માએ કહ્યું કે, કોંગ્રેસના નેતાઓએ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના રાજકારણમાં સુરેશ પચૌરીને આ પદ મળ્યું છે. પચૌરી આજે ભાજપની સદસ્યતા લઈ રહ્યા છે. તેમણે બે વડાપ્રધાનો સાથે કામ કર્યું છે. સુરેશ પચૌરી એવા નેતા છે જે કોંગ્રેસના અધ્યક્ષ ન હોવા છતાં સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.

પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આઝાદી પછી ગાંધીજીએ કહ્યું હતું કે કોંગ્રેસ આઝાદીની ચળવળ છે, કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ, પરંતુ પંડિત જવાહરલાલ નેહરુએ કોંગ્રેસને વિસર્જન થવા દીધું ન હતું. તેમણે રાજકીય ફાયદો ઉઠાવ્યો. રાહુલ ગાંધી હવે ગાંધીજીની ઈચ્છા પૂરી કરશે. રાહુલ કોંગ્રેસને ખતમ કરવા નીકળ્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎