:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ન્યાયયાત્રા ગરૂડેશ્વર-રાજપીપળા પહોંચી રાહુલ ગાંધીને મળવા હજારો લોકો ઊમટી પડ્યા

top-news
  • 09 Mar, 2024

આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા લઇને નીકળ્યા છે. ત્યારે ભારત જોડો ન્યાયયાત્રા હાલ ગુજરાતમાં ચાલી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા લઇને ખાંડીવાવ ખાતે આવી પહોંચ્યા હતા અને રાત્રી રોકાણ કર્યું હતું. આજે સવારે ગુજરાતના ધારાસભ્યો સાથે મિટિંગ કરી બોડેલીથી ન્યાયયાત્રા નીકળી નસવાડી પહોંચી હતી. આદિવાસી મહિલાઓ પરંપરાગત નૃત્ય કરી રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું. જે બાદ હવે રાહુલ ગાંધી ન્યાયયાત્રા સાથે રાજપીપળાના ગરૂડેશ્વર પહોંચ્યા.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને આજે એનો ત્રીજો દિવસ છે. ગઈકાલે ગોધરામાં કોંગ્રેસના હજારો કાર્યકર્તા દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એ બાદ પંચમહાલમાં રાહુલ ગાંધીએ જાહેરસભા સંબોધી હતી. ત્યારે આજે 9 માર્ચના રોજ યાત્રાનો પ્રારંભ છોટા ઉદેપુરના બોડેલીથી થયો. જ્યાં ખાંડીવાવ ખાતે રાહુલ ગાંધીએ ગુજરાતના ધારાસભ્યો સાથે મિટિંગ કરી.

જેમાં 13 ધારાસભ્યો, શક્તિસિંહ ગોહિલ, અમીત ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવા મિટિંગમાં હાજર રહ્યાં. મિટિંગ પૂરી થતાં બોડેલીથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. જે બાદ યાત્રા આગળ વધતા નસવાડી પહોંચી હતી. જ્યાંથી ન્યાયયાત્રા રાજપીપળાના ગરૂડેશ્વર પહોંચી છે.ત્યારબાદ રાજપીપળાના હરસિદ્ધિ માતાજીને શિશ જુકાવવા રાહુલ ગાંધી મંદિરે પહોચ્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે ત્રીજો દિવસ છે. 

રાહુલ ગાંધી યાત્રા સાથે રાજપીપળા પહોચ્યા હતા. અહી તેઓઓ હરસિદ્ધિ માતાના મંદિરે પહોચ્યા હતા અને દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા. તેમની સાથે મોટીસંખ્યામાં કોંગ્રેસના નેતા અને કાર્યકરો જોડાયા હતા.ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનના બાંસવાડાથી ગુજરાતમાં પ્રવેશી છે. આ યાત્રા ગુજરાતના સાત જિલ્લામા પસાર થશે અને ચાર દિવસમાં 400 કિલોમીટરનો પ્રવાસ કરશે. 

સવારે ખાંડીવાવ ખાતેથી યાત્રા પ્રસ્થાન કરાઈ, ત્યાંથી કકરોલિયા ખાતે છોટા ઉદેપુર જિલ્લામાં પ્રવેશ કર્યો જ્યાં રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાંથી યાત્રા આગળ વધી અને બોડેલીના અલીપુરા થઈ નસવાડી ગામમાં યાત્રાએ પ્રવેશ કર્યો. જે બાદ રાહુલ ગાંધી ન્યાયયાત્રા લઇને નર્મદા જિલ્લામાં પહોંચશે.ત્રીજા દિવસે તમામ કાર્યક્રમો પુરા થયા બાદ માલદા ફાટક ચારરસ્તા પર રાહુલ ગાંધી રાત્રી રોકાણ કરવાના છે. 

ભારત જોડો ન્યાયયાત્રાના ત્રીજા દિવસે 70 સામાજિક સંગઠનો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે. નર્મદા જિલ્લાના કુંવરપારા વિસ્તારમાં મુલાકાત યોજાશે. જે દરમિયાન ખેડૂતો, આદિવાસી અને દલિતના મુદ્દા પર કામ કરતાં એક્ટિવીસ્ટ પણ જોડાશે. જે બાદ ભરૂચમાં યોજાનારી જન સભામાં ચૈતર વસાવા હાજર રહેશે. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎