:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાજ્યમાં આજથી શરૂ ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાઓ : નકલ મુક્ત પરીક્ષાઓ યોજવા માટે પોલીસકર્મીઓને તૈનાત...

top-news
  • 11 Mar, 2024

રાજ્યમાં આજથી ગુજરાત બોર્ડની 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ શરૂથઈ છે , જે 26 માર્ચ સુધી ચાલશે. દરેક શાળામાં વિદ્યાર્થીઓનું સ્વાગત કુમકુમ તિલક કરીને કરવામાં આવ્યું ,અને સાથે પરીક્ષા માટે શુભેચ્છા પણ આપવામાં આવી હતી. આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બોર્ડની પરીક્ષાના પેપરો રાજ્યના તમામ જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવ્યા છે.

નકલ મુક્ત બોર્ડની પરીક્ષાઓ યોજવા માટે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે, બોર્ડની પરીક્ષાઓ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ લેવામાં આવશે.. આટલું જ નહીં જો વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઇ જાય તો તેના માટે પણ બોર્ડ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો જેના પરથી મદદ લઈ શકાશે ,હેલ્પલાઈન નંબર 1095 છે..

બોર્ડના પેપર સ્ટ્રોંગ રૂમમાંથી સવારે 8 વાગ્યા સુધીમાં પોલીસની સુરક્ષામાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવ્યા હતા . સ્ટ્રોંગ રૂમમાંથી પરીક્ષા કેન્દ્ર સુધી પેપર પહોંચાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા PATA મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. જેના દ્વારા પેપર સહિતની સામગ્રી ટ્રેક કરવામાં આવે છે અને પેપરની સીલ ખોલતા પહેલા PATA એપ્લિકેશનમાં ફોટો અપલોડ કરવાનો રહેશે.

ગુજરાતમાં 10માની પરીક્ષા રાજ્યના 84 ઝોનમાં 981 કેન્દ્રો પર લેવાશે. જ્યારે 12માં કોમર્સ અને સાયન્સની પરીક્ષા રાજ્યના 56 ઝોનના 663 કેન્દ્રો પર લેવાશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા બોર્ડ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર તેમની બેઠક વ્યવસ્થા જોવાની પરવાનગી આપે છે.12માં કોમર્સ અને સાયન્સની પરીક્ષા રાજ્યના 56 ઝોનના 663 કેન્દ્રો પર લેવાશે. ગત રોજ વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને તેમની બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાત બોર્ડ 10ની પરીક્ષાનો સમય સવારે 10:00 થી બપોર 1:15 નો રહેશે. 12મા વાણિજ્ય પ્રવાહની પરીક્ષાઓ સવારે અને બપોરે અલગ અલગ સમયે લેવામાં આવશે. જેમાં સવારનો સમય 10:30 થી 1:45 અને બપોરનો સમય સાંજે 3:00 થી 6:15નો રહેશે. તેવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે અને 22 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાનો સમય બપોરે 3:00 થી 6:30 સુધીનો રહેશે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎