:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાતે : બાકીની 11 બેઠકો પર ઉમેદવારોને લઇ મનોમંથન હજી ચાલી રહ્યુ છે ..

top-news
  • 11 Mar, 2024

લોકસભાની ચુંટણી ઘોષિત થાય તે પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની મુલાકાત કરવા જઈ રહ્યા છે. તેઓ સાંજે મળનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી જઇ રહ્યા . આ બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી મોદી કરવા જઇ રહ્યા છે.  આ બેઠકમાં ગુજરાતમાં આવનાર ચુંટણીઓ માટે ઉમેદવારોના નામની સૂચિ તૈયાર કરવામાં આવશે. 

આ બેઠક માં ચર્ચા વિચારણા કર્યા બાદ ગુજરાતની 11 બેઠક માટે ઉમેદવારોના નામ પર મહોર લગાવવામાં આવશે. નોધનીય છે કે, લોકસભા ચૂંટણીમાં બીજેપીએ 15 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે બાકીના 11 બેઠકો પર ઉમેદવારોને લઇ મનોમંથન હજી ચાલી રહ્યુ છે. દિલ્લીમાં મળનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેવા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની અધ્યક્ષતામાં સાંજે બેઠકનું આયોજન છે. જેમાં ગુજરાતના બીજેપીના 11 ઉમેદવારોના નામ પર મ્હોર લાગી શકે છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે  દરેક રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અને વધુને વધુ બેઠકો જીતીને મજબુત બનવાના પ્રયાસ થઇ રહ્યા છે. મતદારોને રીજવવા માટે જમીની સ્તર પર નેતાઓ ઉતર્યા છે. 

બેઠક જીતી શકે તેવા ઉમેદવારોની શોધ પણ પક્ષો દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. જમીની સ્તરે અને બુથ લેવલના કાર્યકરો અને વિવિધ સર્વે પક્ષો દ્વારા કરાવવામાં આવ્યા છે અને તેના આધારે લોકસભા બેઠક પર ઉમેદવારો નક્કી કરવામાં આવે છે.

ગુજરાતની વાત કરીએ તો ભાજપ આ વખતે પણ 26 બેઠકો જીતીશું તેવો દાવો કરે છે અને આ તમામ બેઠકો પાંચ લાખથી વધુ મતોના માર્જીનથી જીતવાની રણનિતિ પર કામ કરી રહ્યુ છે. ભાજપે 15 બેઠકોના ઉમેદવારની નામની યાદી જાહેર કરી દીધી છે તેમાં 5 ઉમેદવારો નવા છે જ્યારે 10 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે.

ત્યારે  બાકીના 11 બેઠક પર કયા ઉમેદવારને ઉતારવો તેને લઇને ગુજરાતના ગાંધીનગરથી લઇને દિલ્હી સુધી મનોમંથન ચાલી રહ્યુ છે. મોવડીમંડળથી લઇને હાઇકમાન્ડ સુધી ઉમેદવારની પસંદગીના દરેક પાસા ચકાસવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની બેઠકમાં ભાગ લેવા જઇ રહ્યા છે ત્યારે આ બેઠકમાં ગુજરાતની 11 બેઠકોના ઉમેદવારોને લઇને ચર્ચા થશે.

બીજેપી દ્વારા ચુંટણીમાં જીતની રણનીતિ તૈયાર કરી દેવાઇ છે. કાર્યકરોને બૂથ લેવલ સુધી સક્રિય કરી દેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિકાસ કામો અને પ્રજાલક્ષી યોજનાઓનો પ્રચાર ઘર ઘર સુધી પહોચાડવામાં આવી રહ્યો છે. બીજેપીની યુવા પાંખ, સંગઠન અને વિવિધ મોરચા દ્વારા સરકારે કરેલી કામગીરી લોકો સુધી પહોચાડવામાં આવી રહી છે.

ડિઝિટલ પ્રચાર પણ તેજ કરવામાં આવ્યો છે. ગુજરાતની લોકસભા બેઠકો બીજેપી માટે મહત્વની છે કેન્દ્રમાં 400 પ્લસ બેઠકો માટે રાજ્યની 26 બેઠકો જીતવી જરૂરી છે. રાજ્યમાં બીજેપીનું સંગઠન પણ મજબૂત છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરી રાજ્યમાં ચુંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎