:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ગુજરાતી-અંગ્રેજીના પેપરમાં કયાં નિબંધો પૂછાયા... નિબંધનો વિષય દીકરી ઘરની દીવડી અને વિમેન્સ સ્ટેટસ ઓફ ઇન્ડિયા

top-news
  • 11 Mar, 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે. પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. ધોરણ 10નું ગુજરાતી, અંગ્રેજી, ઉર્દૂ, હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનું પેપર આજે 10થી 1.15 સુધી ચાલશે. આથી વહેલી સવારથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.

પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓ પેપર પૂર્ણ કરીને પરીક્ષા કેન્દ્રોની બહાર નિકળી રહ્યા છે.વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પહેલું પેપર મસ્ત રહ્યું, લખવાની બહુ જ મજા આવી, એકદમ સરળ હતું. ધો. 10નું પેપર પૂર્ણ થયા બાદ આન્સર કી પોલીસ બંદોબસ્ત વચ્ચે ઝોનમાં મોકલાઈ છે. આજે ધો.10નું પ્રથમ ભાષા ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ વિષયનું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂરૂ થયું છે.

પ્રથમ પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. અંગ્રેજી માધ્યમના પેપરમાં વિમેન્સ સ્ટેટસ ઓફ ઇન્ડિયા અને એર પોલ્યુશન પર નિબંધો પૂછાયા હતા.અમદાવાદમાં યોજાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ પર તમારા તારણો પર લેટર સ્ટોરી પૂછાઇ હતી. ગુજરાતી માધ્યમમાં દીકરી ઘરની દીવડી, મારો યાદગાર પ્રવાસ અને આપણા ઘડવૈયા બાંધવ આપણે પર નિબંધ પૂછાયો હતો.

ગુજરાતી વિષયના પેપરમાં વૃક્ષારોપણ પર અહેવાલ પૂછાયો હતો. પરીક્ષા પદ્ધતિ બદલાઈ હોવાથી વિદ્યાર્થીઓને પેપર વધુ સરળ લાગ્યું હતું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎