:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનું રાજીનામું : BJP-JJPનું ગઠબંધન તૂટ્યું, નવા સીએમના શપથ ગ્રહણ આજે જ ...

top-news
  • 12 Mar, 2024

લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા હરિયાણામાં ભાજપના એક સાંસદના રાજીનામાને કારણે રાજ્ય સરકાર જ સંકટમાં આવી ગઈ . હરિયાણાના સીએમ મનોહર લાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધારાસભ્ય દળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે હરિયાણામાં ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવા જઈ રહી છે. મનોહર લાલની સાથે સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે.

સીએમ મનોહર લાલ ખટ્ટરે મંગળવારે,  11 વાગે બીજેપી વિધાયક દળ સાથે બેઠક કરી હતી અને ત્યારબાદ હરિયાણાના રાજ્યપાલને મળવા માટે રવાના થયા હતા. સીએમની કારમાં ગૃહમંત્રી પણ હાજર હતા. આ ઉપરાંત મંત્રી રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી.મનોહર લાલ હરિયાણાના સીએમ આવાસ પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કેટલાક અપક્ષ ધારાસભ્યો સાથે બેઠક કરી અને પછી મનોહર લાલ રાજભવન જવા રવાના થયા.  

હવે ધારાસભ્ય પક્ષની બેઠક યોજાવાની છે, જેમાં ધારાસભ્ય પક્ષના નવા નેતાની પસંદગી કરવામાં આવશે. સીએમની રેસમાં નયાબ સિંહ સૈની અને અનિલ વિજ ટોપ પર છે.અહીં મહત્વની વાત એ છે કે, મુખ્યમંત્રીની કારમાં અનિલ વિજ પણ હાજર હતા. વિજના ચહેરા પર સ્મિત હતું. આવી સ્થિતિમાં વિજ હરિયાણાના નવા સીએમ પણ બની શકે છે. સીએમ સિવાય અન્ય તમામ મંત્રીઓ પણ પોતપોતાના વાહનોમાં રાજભવન પહોંચ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ , હરિયાણાના નવા સીએમના શપથ ગ્રહણ મંગળવારે બપોરે જ થઇ જશે. રાજભવનમાં શપથ ગ્રહણની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. જોકે, નવા મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે હજી સસ્પેન્શ યથાવત છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎