:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ગાંધીનગર તાલુકાના નાગરિકો માટે ખુશ ખબર દસ્તાવેજ નોંધણી સરળ ,સબ રજીસ્ટ્રારની બે કચેરીનો આરંભ

top-news
  • 13 Mar, 2024

ગાંધીનગર તાલુકામાં દસ્તાવેજની નોંધણી અર્થે આવનાર પક્ષકારોને ભારે ભીડભાડનો સામનો ન કરવો પડે અને દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ને ઝડપી બનાવવાના ઉમદા આશયથી ગાંધીનગરના બહુમાળી ભવન, સેક્ટર 11 ખાતે સબ રજીસ્ટ્રારની બે નવીન કચેરીનો આરંભ કરવામાં આવ્યો છે. આજે બન્ને કચેરીનો આરંભ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના હસ્તે કરવામાં આવ્યો હતો.

સી.સી.ટી.વી કેમેરાથી મોનીટરીંગની વ્યવસ્થાથી નોંધણી પ્રભાગના “અનુબંધ વચનમ” ના ધ્યેય ને સાકાર કરતી આ અત્યાધુનિક સબ રજીસ્ટ્રાર કચેરીનું સરકારશ્રી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. ગતિશીલ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં શહેરીકરણના વિકાસને પરીણામે સબ રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગરમાં દસ્તાવેજોની નોંધણીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે સબ રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગર ખાતે કુલ ૬૦ હજાર કરતાં વધુ દસ્તાવેજોની નોધણી કરવામાં આવી છે.

સમગ્ર ગાંધીનગર તાલુકાના દસ્તાવેજો ફક્ત એક જ સબ રજીસ્ટ્રાર કચેરી કે જે જીલ્લા સેવા સદન, ગાંધીનગર ના ભોંયતળીયે સ્થિત છે ત્યાં જ નોંધાતા હતા. જેથી દસ્તાવેજની નોંધણી અર્થે આવનાર પક્ષકારોને ભારે ભીડભાડનો સામનો કરવો પડતો હતો. દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયામાં પણ ભારે ઘસારાના લીધે વિલંબ થતો અને પક્ષકારોને લાંબો સમય રાહ જોવી પડતી હતી.

ગાંધીનગરના નાગરિકો સરળતાપૂર્વક અને ચોક્કસ સમયે સગવડપૂર્વક દસ્તાવેજોની નોંધણી કરાવી શકે તે માટે રાજ્ય સરકારે સબ રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગરને તા.૦૧/૦૧/૨૦૨૪ થી ત્રણ ઝોન માં વિભાજીત કરી છે. જે અન્વયે ગાંધીનગર તાલુકાને ત્રણ ઝોન માં વિભાજીત કરી દસ્તાવેજની નોંધણી નું કાર્યભારણ કોઇ એક કચેરી પર ન આવે તથા ગાંધીનગર તાલુકા હેઠળના વિસ્તારો ૩ (ત્રણ) અલગ અલગ ઝોન માં વહેંચાતા નોંધણીની પ્રક્રિયા ઝડપી અને સરળ થઇ શકશે.

સબ રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગર ઝોન-૧ અને ઝોન-૨ ની નવિન કચેરીઓનું નિર્માણ રૂ.૧ કરોડ ૧૩ લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. જે નવીન કચેરીઓ ગાંધીનગર બહુમાળી ભવનમાં પ્રથમ તથા બીજા માળે કાર્યરત કરવામાં આવી છે. નવનિર્મિત કચેરીઓમાં દસ્તાવેજની નોંધણી માટે આવતા પક્ષકારોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સ્લોટ મુજબ પક્ષકારોને બેસવા માટે અલગ એ.સી. વાળા વેઇટીંગ રૂમની સુવિધા કરવામાં આવી છે.

પક્ષકારોને તરત માહીતી મળી રહે તે માટે દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયા, ઇન્ડેક્ષ, બોજા રિપોર્ટ, ખરી નકલો મેળવવા માટેની પધ્ધતીના માર્ગદર્શક નોટીસ બોર્ડ તથા ટી.વી.ની સુવિધા કરવામાં આવી છે. તેમજ અલાયદા ટોયલેટ અને પીવાના પાણીની સુવિધાયુક્ત કચેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કચેરીમાં સબ રજીસ્ટ્રારના સ્લોટ મુજબ અલગ અલગ નોઇસપ્રુફ વિડીયોરેકોર્ડીંગ થઇ શકે તેવી ચેંબર, ક્લાર્ક માટે અલગ ચેમ્બર, ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્કેનીંગ ઓપરેટર, સર્ચ અને સીક્કા ઓપરેટર માટે અલગ બેઠક, સાઇનીંગ બોર્ડની વ્યવસ્થા સાથેની અત્યાધુનિક કચેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કચેરીના આરંભ આરામ પ્રસંગે જિલ્લા કલેક્ટર  મેહુલ દેસાઈ, આઇજીઆર એન્ડ એસએસ જેનુ દેવન, એઆઇજીઆર એન્ડ એએસએસ જે.બી.દેસાઇ, ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી મલય ભુવા સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎