:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

આજે જાહેર થઇ શકે છે ચૂંટણીની તારીખો : ચુંટણી પંચ પત્રકાર પરિષદ યોજે તેવી શક્યતા ...

top-news
  • 15 Mar, 2024

લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં રાજકીય તાપમાન ઘણું ઊંચું પંહોચી ગયું છે. દરેક પાર્ટીઓ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહી છે, એવામાં લોકસભા ચૂંટણીની તારીખને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. સૂત્રો અનુસાર ચૂંટણી પંચ 15 માર્ચે એટલે કે આજે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે.

 લોકસભા ચૂંટણીની જાહેરાતનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવી સ્થિતિમાં હવે ગમે ત્યારે તારીખોની જાહેરાત થઈ શકે છે. તારીખોની જાહેરાત થતાંની સાથે જ દેશમાં ચૂંટણી આદર્શ આચારસંહિતા લાગુ કરવામાં આવશે. રાજકીય પક્ષોએ અનેક પ્રકારના બંધનોનું પાલન કરવું પડશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે થઈ શકે છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે બુધવારે કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

 2019માં લોકસભા ચૂંટણીની જાહેરાત 10 માર્ચે કરી દેવામાં આવી હતી અને એ લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી 19 મે વચ્ચે 7 તબક્કામાં યોજાઈ હતી. ચૂંટણીના પરિણામો 23 મેના રોજ જાહેર થયા હતા.  2019માં 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19 મેના રોજ મતદાન થયું હતું.

તે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 303 બેઠકો અને ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 353 બેઠકો મળી હતી. તેની સામે કોંગ્રેસ પાર્ટીએ 52 બેઠકો જીતી અને કોંગ્રેસના નેતૃત્વવાળી ગઠબંધનને 92 બેઠકો મળી હતી. તો અન્ય પક્ષોને 97 બેઠકો મળી હતી. લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી.

આ વખતની વાત કરીએ તો લોકસભા ચૂંટણીની સાથે જ ચૂંટણી પંચ જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત કરી શકે છે. સાથે જ એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણી પણ 2019ની જેમ સાત તબક્કામાં યોજાઈ શકે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎