:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

અકલ્પનીય ,અદ્ભુત અને અદ્વિતીય ઉડતું ડ્રોન : IIT જોધપુરની અનોખી સિદ્ધિ ,હવા-પાણીમાં કામ કરતુ પ્રોટોટાઇપ

top-news
  • 15 Mar, 2024

દેશની IIT સંસ્થાઓના વિદ્યાર્થીઓ હમેશાં અકલ્પનીય શોધખોળ કરતાં હોય છે,જે માટે તેઓ કાયમ પ્રશંસાને પાત્ર થતાં હોય છે, હાલમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) જોધપુરના વિદ્યાર્થીઓએ એક અનોખી શોધ કરી છે.IIT જોધપુરના વિદ્યાર્થીઓએ સાથે મળીને એક ફ્લાઈંગ (ઉડતું) ડ્રોન બનાવ્યું છે જેની કલ્પના દેશના લોકો સપનામાં કરતા હતા. 

વિજ્ઞાનની દ્રષ્ટિએ  વિદ્યાર્થીઓએ એક રોબસ્ટ કન્ટ્રોલ સિસ્ટમ ડિજાઈન કરી છે જે પાણી અને હવા બંનેમાં કામ કરવામાં સક્ષમ છે. આ હાઇબ્રિડ ડ્રોન ખૂબ જ ઉપયોગી છે. તે દરિયા કિનારા અને નદીઓ પર ઓઈલ લીકને પણ ઝડપી પાડી શકે છે . આ સાથે તે પાણીની અંદરના ધોવાણ અને પાણીમાં પ્રદૂષકોના સ્તરને પણ શોધી શકે છે.

આ ડ્રોનને ચલાવવા માટે એક મેથેમેટિકલ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી જેથી કરીને આ સંશોધનને વધુ કાર્યક્ષમ બનાવી શકાય. તેનો ઉપયોગ લાઈફગાર્ડ બચાવ કામગીરીમાં કરી શકાશે. આ ઉપરાંત તે પાણીની અંદર અને એરિયલ ફોટોગ્રાફી પણ કરી શકશે. 

IIT જોધપુરની ટીમે આ ડ્રોનને એનહિંગાસ પક્ષીથી પ્રેરણા થી બનાવ્યું છે, જે જમીન અને પાણીની નીચે બંને જગ્યાએ ચાલવા સક્ષમ છે. તેના આધારે રિસર્ચ ટીમે વોટરપ્રૂફિંગથી બનેલો 3-ડી પ્રોટોટાઈપ બનાવ્યો હતો. આ સાથે રિમોટ કંટ્રોલ (RC) ટ્રાન્સમિશનનો ઉપયોગ કરીને હવામાં, પાણીની સપાટી પર અને પાણીની અંદર આ ડ્રોનના પ્રોટોટાઇપનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.

જે પેપરમાં આ રિસર્ચનો ઉલ્લેખ કરાયો છે તે આઈઆઈટી જોધપુરના ડો. જયંત કુમાર મોહંતા અને રિસર્ચ વિજ્ઞાની જય ખત્રી, આઈઆઈટી કાનપુરના પ્રોફેસર સંદીપ ગુપ્તા અને આઈઆઈટી પલક્કડના પ્રોફેસર સંતકુમાર મોહન દ્વારા લખવામાં આવ્યું છે. IIT જોધપુરના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના સહાયક પ્રોફેસર ડૉ. જયંત કુમાર મોહંતાએ જણાવ્યું હતું કે આ પ્રોટોટાઇપ પાણી પર જહાજની જેમ આગળ વધી શકે છે, હવામાં ઉડી શકે છે અને પાણીમાં ડૂબી જાય ત્યારે પણ નેવિગેટ કરી શકે છે. હાલમાં તે 15 મિનિટ ઉડી શકે છે અને 8 કલાક પાણીની અંદર રહી શકે છે.  આ ટેક્નોલોજી વિશ્વમાં હાલમાં અમેરિકા અને ચીન જેવા ખૂબ જ ઓછા દેશો પાસે છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎