:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કોલકાતામાં નિર્માણાધીન ઇમારત ધરાશાયી કાટમાળ ઝુંપડપટ્ટી પર પડતાં 2 નાં મોત ,અનેક લોકો દટાયાં...

top-news
  • 18 Mar, 2024

કોલકાતામાં મધરાતે એક ભયાવહ દુર્ઘટના બની હતી ,  પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે મોડી રાત્રે ગાર્ડન રીચ વિસ્તારના હજારી મોલ્લા બાગાનમાં નિર્માણાધીન પાંચ માળની ઈમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા છે, તેમને બચાવવા માટે ફાયર અને ઈમરજન્સી સેવા સ્થળ પર હાજર છે તેમજ કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે.

પશ્ચિમ બંગાળ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 14 લોકોને ઈમારતના કાટમાળમાંથી બચાવી લેવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. કોલકાતા પોલીસ કમિશનર વિનીત ગોયલ ઘટના સ્થળે હાજર છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે કાટમાળ નીચે ફસાયેલા બચેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે

આ પાંચ માળનું નિર્માણાધીન ઈમારત ગાર્ડન રીચ વિસ્તારના હજારી મોલ્લા બાગાનમાં આવેલી હતી. આ ઘટના મધરાતના સુમારે બની હતી. એક પોલીસ અધિકારીએ કહ્યું, 'રવિવારે મોડી રાત્રે ગાર્ડન રીચ વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થઈ હતી. અમે કેટલાક લોકોને બચાવ્યા છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ પણ તૈનાત છે.

પોલીસે જણાવ્યું હતું કે મોડી રાત્રે લગભગ 12:10 વાગ્યે નિર્માણાધીન ઈમારતનો એક ભાગ બાજુની ઝૂંપડપટ્ટી પર પડ્યો હોવાની જાણકારી મળીહતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતીઅને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (SDRF) અને ફાયર બ્રિગેડની ટીમ સાથે મળીને બચાવ કાર્ય શરૂ કર્યું.  ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની માહિતી મળી રહી છે. બચાવ કાર્ય ચાલુ છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગ ધરાશાયી થતાં પહેલા કોંક્રીટના ટુકડા પડી ગયા હતા. બિલ્ડિંગ ધરાશાયી થતાંની સાથે જ જોરદાર અવાજ આવ્યો અને ધૂળના ગાઢ વાદળોએ વિસ્તારને આવરી લીધો. તેમણે જણાવ્યું કે કાટમાળ ગીચ વસ્તીવાળા વિસ્તારમાં નજીકની ઝૂંપડીઓ પર પડ્યો. એક સ્થાનિક રહેવાસીએ કહ્યું, 'જો કે બાંધકામ હેઠળની ઈમારતમાં કોઈ રહેતું ન હતું, પરંતુ તે બાજુની ઝૂંપડપટ્ટી પર તૂટી પડ્યું હતું. અમને આશંકા છે કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎