:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

કેજરીવાલે ઈડી સમક્ષ હાજર થવાનો કર્યો ઈન્કાર : શરાબ -જલ બોર્ડ સંબંધિત કેસ સહિત 9મી વખત સમન્સ..

top-news
  • 18 Mar, 2024

લોકસભા ચૂંટણી નિશ્ચિત થઈ ગઈ છે, રાજકીય પક્ષો ચુંટણી પ્રચારમાં જોર-શોરથી લાગી ગયા છે, એવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં  સતત વધારો થઈ રહ્યો  છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દ્વાર તેમને ફરી એકવાર સમન્સ મોકલવામા આવ્યું છે . કથિત દારૂ કૌભાંડ કેસની સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસ પછી, EDએ કેજરીવાલને જલ બોર્ડ સાથે સંબંધિત એક કેસમાં પણ સમન્સ મોકલ્યું હતું. જે મુજબ કેજરીવાલને  સોમવારે 18 માર્ચે ED સમક્ષ હાજર થવાનું છે. પરંતુ કેજરીવાલે ઈડી સમક્ષ હાજર થવાનો ઈન્કાર કરી દીધો છે.

આમ આદમી પાર્ટીનું કહેવું છે કે , "કોર્ટે, મુખ્યમંત્રી સામેના આરોપો જામીનપાત્ર હોવાનું ધ્યાનમાં લેતા, તેમને કુલ રૂ. 50,000ના બે અલગ-અલગ બોન્ડ પર જામીન આપ્યા હતા. તો પછી ED શા માટે તેમને વારંવાર સમન્સ મોકલી રહી છે. પાર્ટીનું કહેવું છે કે EDના સમન્સ સંપૂર્ણપણે ગેરકાનૂની છે. તેમનો ઉદ્દેશ્ય કોઈપણ ભોગે કેજરીવાલની ધરપકડ કરવાનો છે. પાર્ટીનું એમ પણ કહેવું છે કે ED ભાજપના નિર્દેશો પર કામ કરી રહી છે.

દિલ્હી પોલીસે પણ પૂર્વ તૈયારીઓ કરી હતી , જો સીએમ કેજરીવાલ ED સમક્ષ હાજર થાય છે તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બીજેપી ઓફિસની સામે મોટી સંખ્યામાં પ્રદર્શન કરી શકે છે. આ જોઈને દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર હતી. ડીસીપી સેન્ટ્રલે એક પરિપત્ર જારી કરીને પોલીસ દળને તૈયાર રહેવા જણાવ્યું હતું. દિલ્હી પોલીસના આંતરિક અહેવાલ મુજબ, માહિતી મળી હતી કે જો કેજરીવાલ ED સમક્ષ હાજર થાય છે, તો શક્ય છે કે તેઓ 9.30 વાગ્યે રાજઘાટ જશે. આવી સ્થિતિમાં AAP સમર્થકો પણ મોટી સંખ્યામાં રાજઘાટ પર એકઠા થઈ શક્યા હોત.

ED તરફથી સમન્સ મળ્યા બાદ દિલ્હી સરકારના મંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે CBI અને ED મોદીજીના ગુંડા બની ગયા છે. અને આ ગુંડાઓ વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. મોદીજીના આ ગુંડાઓ એક પછી એક વિપક્ષી નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. પાર્ટીનું કહેવું છે કે ભાજપ શા માટે EDની પાછળ છુપાઈને ચૂંટણી લડવા માંગે છે. તે ચૂંટણી પહેલા દિલ્હીના સીએમની ધરપકડ કરવા માંગે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎