:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાષ્ટ્રપતિ તરીકે પુતિનનો પાંચમો કાર્યકાળ: પ્રારંભિક પરિણામો: વ્લાદિમીર રશિયનનો વિશ્વાસ જાળવવામાં સફળ..

top-news
  • 18 Mar, 2024

રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયામાં રાષ્ટ્રપતિપદ માટે ચુંટણી યોજાઇ હતી, 15-17 માર્ચના રોજ યોજાયેલા મતદાનમાં તેમને 88% મત મળ્યા હતા. તેમના વિરોધી નિકોલે ખારીતોનોવને 4% મત મળ્યા હતા. વિરોધી વ્લાદિસ્લાવ દાવાનકોવ અને લિયોનીદ સ્લટસ્કી ત્રીજા અને ચોથા સ્થાને રહ્યા છે.અહેવાલ અનુસાર રવિવારે મતદાન સમાપ્ત થયા પછી પ્રથમ સત્તાવાર પરિણામો અનુસાર વ્લાદિમીર પુતિન 87.97% મતો સાથે રશિયાની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. 

રાષ્ટ્રપતિ તરીકે આ પુતિનનો પાંચમો કાર્યકાળ હશે. વ્લાદિમીર પુતિન 1999 થી રશિયામાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન તરીકે સત્તામાં છે. નાદુરસ્ત તબિયતને કારણે બોરિસ યેલ્તસિને 1999 માં રશિયાની સત્તાની લગામ વ્લાદિમીર પુતિનને સોંપી હતી. ત્યારથી તેઓ એકપણ ચૂંટણી હાર્યા નથી.

શુક્રવારે શરૂ થયેલી ત્રણ દિવસીય ચૂંટણી અત્યંત નિયંત્રિત વાતાવરણમાં યોજાઈ હતી. યુક્રેન યુદ્ધ માટે વ્લાદિમીર પુતિનની જાહેર ટીકાને રશિયામાં મંજૂરી નથી. પુતિનના સૌથી કટ્ટર રાજકીય હરીફ એલેક્સી નવેલનીનું ગયા મહિને આર્કટિક જેલમાં મૃત્યુ થયું હતું. તેમના અન્ય ટીકાકારો કાં તો જેલમાં છે અથવા દેશનિકાલમાં છે. 71 વર્ષીય પુતિન સામે ત્રણ હરીફો ચૂંટણી લડ્યા હતા, જેઓ ક્રેમલિનની નજીક હોવાનું કહેવાય છે. ત્રણેય ઉમેદવારોએ પુતિનના 24-વર્ષના શાસન અથવા બે વર્ષ પહેલા યુક્રેન સામે વિશેષ લશ્કરી કાર્યવાહી શરૂ કરવાના તેમના નિર્ણયની ટીકા કરવાનું ટાળ્યું હતું.

જોકે, પુતિનના હજારો વિરોધીઓએ મતદાન મથકો પર વિરોધ કર્યો હતો. અમેરિકાએ કહ્યું કે રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી ન તો સ્વતંત્ર રીતે યોજાઈ કે ન તો ન્યાયી. આ જીત સાથે કેજીબીના પૂર્વ લેફ્ટનન્ટ કર્નલ વ્લાદિમીર પુતિને 6 વર્ષનો નવો કાર્યકાળ પ્રાપ્ત કરી લીધો છે. આ સાથે તેમણે રશિયામાં સૌથી વધુ સમય સુધી સત્તામાં રહેવાના મામલે જોસેફ સ્ટાલિનને પાછળ છોડી દીધા છે. પુતિન 200 થી વધુ વર્ષોમાં રશિયાના સૌથી લાંબા સમય સુધી રાજ્યના વડા તરીકે સેવા આપવાનો રેકોર્ડ ધરાવે છે.

રશિયાના ચૂંટણી પંચના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 80 લાખથી વધુ મતદારોએ ઓનલાઈન મતદાન કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગનો ઉપયોગ પ્રથમ વખત થયો છે. વ્લાદિમીર પુતિન મતદાન કરનાર પ્રથમ હતા. શુક્રવાર અને શનિવારે ઘણી જગ્યાએ પુતિન વિરુદ્ધ દેખાવો થયા હતા અને બેલેટ પેપરને બગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દરમિયાન, પ્રારંભિક પરિણામો પરથી એવું કહી શકાય કે વ્લાદિમીર પુતિન રશિયન લોકોનો વિશ્વાસ જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎