:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચૂંટણી પંચ એક્શન મોડમાં : ગુજરાત સહિતના 6 રાજ્યોના ગૃહ સચિવ પાસેથી હવાલો લઇ લેવાયો..

top-news
  • 18 Mar, 2024

લોકસભા ચૂંટણી પહેલા તારીખો જાહેર કર્યા બાદ તરતજ  ચૂંટણી પંચ એક્શન મોડમાં આવી ગઈહોય તેવું જણાઈ રહ્યું  છે. પંચ  દ્વારા આજે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે.  જેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે.

ચૂંટણી પંચ મુજબ, દેશમાં થનાર ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહી એક મજબૂત સંદેશ આપે છે કે લોકસભા ચૂંટણી 2024 સમાન સ્તરે યોજવામાં આવશે.ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને રાજ્યની 2016ની વિધાનસભા ચૂંટણીઓ અને 2019ની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય ચૂંટણી ફરજ પરથી હટાવી દીધા હતા. 

આ સાથે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલ તેમજ એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા છે. તેમજ મિઝોરમ અને હિમાચલ પ્રદેશના સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવવામાં આવ્યા છે. ગુજરાતમાં ગૃહ વિભાગનો હવાલો હાલમાં પંકજ જોશી પાસે હતો, જો કે તેમની પાસે આ વિભાગનો વધારાનો ચાર્જ હતો, હાલની સરકાર માટે તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે.

આ સાત રાજ્યોમાં જે અધિકારીઓને હટાવવામાં આવ્યા છે તેઓ સંબંધિત રાજ્યોમાં મુખ્ય મંત્રીના કાર્યાલયમાં બેવડા ચાર્જ ધરાવતા હતા. જે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જરૂરી નિષ્પક્ષતા સાથે પણ સમાધાન કરી શકે તેમ નથી. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા સુરક્ષા દળોની તૈનાતી મામલે ચૂંટણી પંચ વધુ સુરક્ષા દાખવી રહી છે.ચૂંટણી પંચે 2016માં રાજ્યની વિધાનસભા ચૂંટણી અને 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળના ડીજીપીને સક્રિય ચૂંટણી ફરજમાંથી પણ હટાવી દીધા હતા. 

આ સાથે જ મહારાષ્ટ્રે કેટલાક મ્યુનિસિપલ કમિશનરો અને કેટલાક વધારાના/ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અંગે ચૂંટણી પંચની સૂચનાઓનું પાલન કર્યું ન હોવાથી હટાવી દીધા હતા. જેની માહિતી 16 માર્ચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સમયે આપવામાં આવી હતી.દેશભરમાં લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે.

16મી માર્ચે ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કરીને ચૂંટણી પંચના કમિશનર રાજીવ કુમારે મતદારોને ખાસ અપીલ કરી હતી અને શક્ય તેટલું વધુ મતદાન કરવા વિનંતી કરી હતી.દેશભરમાં 43 દિવસ સુધી ચૂંટણી પ્રક્રિયા ચાલુ રહેશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મે, ચોથા તબક્કાનું 13 મેના રોજ, પાંચમાં તબક્કાનું 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું 25 મેના રોજ અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂનના રોજ થશે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎