:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અમદાવાદના આંગણે શ્રી વિરાટ, દિવ્ય તેમજ ભવ્ય સોમયજ્ઞ મહોત્સવ પ્રાચીન સંસ્કૃતિનો એવો સર્વોત્તકૃષ્ટ યજ્ઞ, શુદ્ધ વૈદિક વિષ્ણુયાગ ....

top-news
  • 18 Mar, 2024

અમદાવાદ ખાતે સૌ પ્રથમવાર શ્રી સોમયજ્ઞ મહોત્સવનું આયોજન કરાયેલ છે. પદ્મશ્રી, પદ્મભૂષણ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી ગોકુલોત્સવજી મહારાજ (ઇન્દોર) તેમજ સોમયજ્ઞ સમ્રાટ પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી વ્રજોત્સવજી મહોદય દ્વારા અમદાવાદ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં શ્રી વિરાટ વાજપેય બૃહસ્પતિત્સવ મહાસોમયાગ મહોત્સવ વિષે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, સોમયજ્ઞ શુદ્ધ વૈદિક વિષ્ણુયાગ છે.

આ યજ્ઞમાં સાધારણ યજ્ઞની જેમ ''સ્વાહા'' નહિ પણ ''વષટ્'' નું ઉચ્ચારણ કરીને વૈશ્વાનર અગ્નિમાં આહુતિ અપાતી હોય છે. આ સોમયજ્ઞ આપણી પ્રાચીન સંસ્કૃતિનો એવો સર્વોત્તકૃષ્ટ યજ્ઞ છે કે જેના ગૌરવ અને સર્વાતોમુખી મહત્વની બીજા કોઈ યજ્ઞ સાથે સરખામણી ના થઈ શકે. સોમ વિષ્ણુનું નામ છે, સોમ ચંદ્રમાનું નામ છે. સોમ એ એક એવું જીવંત તત્વ છે જેને જીવનના પ્રત્યેક બિંદુમાં સમુદ્રની જેમ લહેરાતું જોઈ શકાય છે.

અમદાવાદ ખાતે વલ્લભાચાર્ય નગર, વલ્લભસદન રિવરફ્રન્ટ પાસે તારીખ 18 એપ્રિલ, 2024 ના રોજ ભવ્ય અને દિવ્ય કળશ શોભાયાત્રા સાથે સોમયજ્ઞનો પ્રારંભ થશે અને તારીખ 24 એપ્રિલ 2024 ના રોજ પૂર્ણાહુતિ થશે. દરરોજ વિવિધ પ્રકારના મહોત્સવનું આયોજન પણ કરવામાં આવેલ છે.આ સોમયજ્ઞ વિશ્વકલ્યાણ માટે, પર્યાવરણની શુદ્ધિ માટે, શક્તિના સૂત્ર સાથે સંબંધ કરાવવા માટે તથા વૈદિક સંસ્કૃતિની રક્ષા કરવા માટે આયોજન કરવામાં આવેલ છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ યજ્ઞીય પરંપરાનું અન્વેષણ, પરિક્ષણ કરતાં જાણવા મળ્યું છે કે યજ્ઞનો પ્રભાવ શુદ્ધ અને સાત્વિક છે.આદિકાળથી માનવામાં આવે છે કે 1000 રાજસૂર્યયજ્ઞ થી 1 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. 1000 અશ્વમેઘ યજ્ઞથી એક સોમયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. સોમયજ્ઞની એક પરિક્રમા કરવાથી 108 પરિક્રમાનું ફળ મળે છે. અને સોમયજ્ઞની એક આહૂતિથી 108 આહૂતિનું ફળ મળે છે.

સોમયજ્ઞ શાળામાં શ્રી વિષ્ણુગોપાલ યજ્ઞ પણ કરવામાં આવશે. આ યજ્ઞમાં ઘી, તેલ, જવ, ચોખા વગેરે યજ્ઞીય વસ્તુઓની આહૂતિ આપવામાં આવશે. સંસ્કૃતિની ગૌરવશાળી પરંપરાના વેદવેદાંતના જ્ઞાતા પ્રકાંડ વિદ્વાન દક્ષિણના પંડિતો દ્વારા આ યજ્ઞ વિધિ કરવામાં આવશે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎