:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

'લોટરી કિંગ' માર્ટિનઃ રાજકીય પક્ષોને સૌથી વધુ દાન આપનાર છુપો રૂસ્તમ નિકળ્યો....! માર્ટીન તમિલનાડુના કોઇમ્બતુરથી દેશના રાજ્યોમાં ખાનગી લોટરીનો બિઝનેસ ચલાવે છે....

top-news
  • 19 Mar, 2024

ગુજરાતમાં એક સમયે બીજા રાજ્યોની જેમ ગુર્જરલક્ષ્મી નામની લોટરીની સ્કીમ રાજ્ય સરકારે શરૂ કરી હતી પણ તે જુગાર છે એવા આરોપોના પગલે સરકારે લોટરી બંધ કરી પણ બીજા રાજ્યોમાં લોટરી ચાલે છે. જેમાં એક બિઝનેસમેન  લોટરી કિંગ તરીકે ઓળખાય છે અને એમણે સૌથી વધુ ઇલેકટોરલ બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને દાન કર્યું છે એવુ જ્યારે જાહેર થુયં ત્યારે સૌ કોઇને નવાઇ લાગી.

 બધાને એમ હતું કે આ પ્રકારે રાજકીય પક્ષોને દાન આપવામાં અદાણી કે અંબાણી મોખરે હશે પણ તેના બદલે  કોઇ અન્ય જ  વ્યક્તિનું નામ બહાર આવ્યું, જેમણે એકલાએ 1300 કરોડનું દાન રાજકિય પક્ષોને કર્યું છે. કોણ છે એ ભારતનો મહાન દાનવીર કે જેમને ગરીબોને બદલે રાજકીય પક્ષોને દાન આપવુ ગમે છે..?!

ભારતીય ચૂંટણી પંચ (ECI)એ ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારા લોકોના નામ જાહેર કર્યા હતા. કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો/ડેટામાં ચોંકાવનારી બાબતો બહાર આવી . મની લોન્ડરિંગના આરોપમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા માર્ચ 2022માં જેમની સામે તપાસ કરવામાં આવી હતી તે  ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ સર્વિસ કંપનીએ 1350 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ્સ ખરીદ્યા હોવાનો ખુલાસો થયો છે અને તેણે રાજકીય પક્ષોને આ રકમ દાન કરી હતી...અને તેના માલિક છે  લોટરી કિંગ માર્ટિન....

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એફિડેવિટમાં, SBIએ કહ્યું હતું કે 1 એપ્રિલ, 2019 અને ફેબ્રુઆરી 15, 2014 વચ્ચે વિવિધ કિંમતના કુલ 22,217 ચૂંટણી બોન્ડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાંથી 22,030 રાજકીય પક્ષો દ્વારા વટાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના કડક વલણને પગલે, SBIએ મંગળવારે ભારતના ચૂંટણી પંચને ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને દાન આપનારાઓની વિગતો આપી દીધી. નાણાકીય વર્ષ 2020-21માં સૌથી મોટું દાન દેશમાં લોટરી કિંગ તરીકે ઓળખાતા સેન્ટીઆગો માર્ટીનની કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ સર્વિસ દ્વારા આપવામાં આવ્યું છે....કેમ આપ્યું અને બદલામાં તેને શું સરકારી લાભ મળ્યો....? 

માર્ટીન તમિલનાડુના કોઇમ્બતુર સ્થિત પોતાની ઓફીસથી દેશમાં રાજ્ય અને જે રાજ્યોમાં ખાનગી લોટરીનો બિઝનેસ ચલાવે છે. બિઝનેસ કરતાં એમ કહી શકાય કે  તેનું સામ્રાજ્ય ચલાવે છે... લગબગ ત્રણ દાયકાથી તે દેશમાં સૌથી વધુ લોટરીનું વેચાણ કરતા વિતરક બનેલા છે. તેમની કંપની લગભગ રૂ.15,000 કરોડની વાર્ષિક આવલ રળે છે અને હવે લોટરી સિવાય હોટેલ્સ, રીઅલ એસ્ટેટ ન્યુ એનર્જી રિસોર્ટ સહીતના ક્ષેત્રોમાં કાર્યરત છે. 

માર્ટીનની કથા રંકમાંથી રાજા બનવાની છે. એવું કહેવાય છે કે ભારતને અડીને આવેલા મ્યાનમાર નામના દેશમાં તેણે મજુરીથી પોતાના કામની શરૂઆત કરી હતી તો કેટલાક લોકો એવું કહે છે કે માત્ર 13 વર્ષની ઉંમરે એણે વ્યક્તિગત રીતે લોટરી વેચવાનું શરૂ કર્યું હતું. 

આજે તમિલનાડુ જ નહી પણ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પંજાબ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં તે બિઝનેસ કરે છે. માર્ટીન પાસે આજે લગભગ 1000 કર્મચારીઓ છે અને દેશભરમાં 250 જેટલા પોતે જ નીમેલા વિતરક થકી એ લોટરીનું વેચાણ કરે છે. લોટરીના ડ્રોમાં લોકોની વિશ્વસનીયતા વધે એના માટે એણે ડ્રોનું ટીવી ઉપર જીવંત પ્રસારણ શરૂ કર્યું હતું જેથી જેવો ડ્રો જાહેર થાય એટલે વિજેતાને તેની જાણકારી મળી શકે..!

વર્ષ 2007માં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI)એ તેની અને સિક્કિમ સરકારના અધિકારોની મિલીભગત માટે કેસ કર્યો હતો. આ કેસમાં એવો આક્ષેપ હતો કે માર્ટીને સિક્કિમ સરકારના બદલે પોતે જ સરકારી લોટરી વેચી રુપિયા 4,500 કરોડનું કૌભાંડ આચર્યું છે....! 
 
વર્ષ 2019માં માર્ટીનને ઘરે અને બિઝનેસ સંકુલો ઉપર ઇન્કમ ટેક્સની રેડ પડી હતી જેમાં રૂપિયા 7.5 કરોડની રોકડ અને રૂપિયા 24 કરોડનું સોનું પકડાયું હતું. આ રેડ પહેલાના થોડા દિવસો પહેલા જ પોતાના એક ખાસ માણસની હત્યા અંગે પણ તેની સામે પૂછપરછ થઇ હતી. ઘટના એવી હતી કે ઓફીસમાં જ આ વ્યક્તિનો હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.એમ કહી શકાય કે તે એક વિવાદી છે. તેની સામે ગંભીર આરોપો છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎