:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બાબા રામદેવ અને સાથી બાલકૃષ્ણને સુપ્રીમની નોટીસ : ભ્રામક જાહેરાતના મામલામાં પતંજલિને કોર્ટના અવમાન માટે ફટકાર

top-news
  • 19 Mar, 2024

બાબા રામદેવ અને તેમના સાથી બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટનું તેડું આવ્યું છે. બાબા અને બાલકૃષ્ણને નોટીસ મોકીલ હાજર થવા હુકમ કર્યો છે. આ સમગ્ર મામલો બાબાની આયુર્વેદિક બ્રાન્ડ પતંજલિને લઈને છે. સુપ્રીમ કોર્ટે આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતના કેસમાં રામદેવને નોટિસ ફટકારી છે અને તેમને કોર્ટમાં હાજર થવા માટે કહ્યું છે. કોર્ટે રામદેવને પૂછ્યું છે કે તેમની સામે અવમાનનાની કાર્યવાહી શા માટે ન કરવી જોઈએ?

સુનાવણી દરમિયાન કોર્ટે રામદેવના વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું કે, તમે હજુ સુધી જવાબ કેમ દાખલ કર્યો નથી? હવે અમે તમારા અસીલને કોર્ટમાં હાજર થવા માટે કહીશું. અમે રામદેવને પણ પાર્ટી બનાવીશું. રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ બંનેને કોર્ટમાં હાજર રહેવું પડશે.

કોર્ટે કહ્યું કે અમે કેસની સુનાવણી મોકૂફ રાખવાના નથી. આ વાત બિલકુલ સ્પષ્ટ છે. આ સાથે કોર્ટે કેન્દ્રીય આયુષ મંત્રાલયને પણ ફટકાર લગાવી અને પૂછ્યું કે તેણે એક દિવસ પહેલા જવાબ કેમ દાખલ કર્યો? તેના પર કેન્દ્રએ કોર્ટને કહ્યું કે તેમને યોગ્ય જવાબ આપવા માટે વધુ સમયની જરૂર છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે પતંજલિના મેનેજિંગ ડિરેક્ટરે આગામી સુનાવણી પર કોર્ટમાં હાજર રહેવું પડશે. આ સાથે જ કોર્ટે સ્વામી રામદેવને નોટિસ પાઠવીને પૂછ્યું છે કે શા માટે તેમના પર કોર્ટના અવમાનનો કેસ ચલાવવામાં ન આવે.

 પહેલા સુપ્રીમ કોર્ટે ભ્રામક જાહેરાતના મામલામાં પતંજલિ આયુર્વેદને કોર્ટના અવમાનની નોટિસ જારી કરી હતી. પતંજલિ આયુર્વેદ ઉપરાંત આચાર્ય બાલકૃષ્ણને પણ નોટિસ આપવામાં આવી હતી, જેમાં તેમને ત્રણ સપ્તાહમાં પોતાનો જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું હતું.પરંતુ આનો જવાબ મળ્યો ન હતો.આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ પતંજલિના ઉત્પાદનો અંગે કંપનીને ફટકાર લગાવી હતી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ એ અમાનુલ્લાહની બેન્ચે પણ અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ તેમની ટીકા કરી હતી. ગયા વર્ષે કોર્ટે કંપનીને જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.

નવેમ્બર મહિનામાં જ કોર્ટે પતંજલિને કહ્યું હતું કે જો આદેશનું પાલન નહીં કરવામાં આવે તો તપાસ બાદ કંપનીની તમામ પ્રોડક્ટ્સ પર 1-1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. વાસ્તવમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પતંજલિ આયુર્વેદની જાહેરાતોને ભ્રામક ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો (IMA) નો આરોપ છે કે પતંજલિએ કોવિડ-19 રસીકરણ અંગે અભિયાન ચલાવ્યું હતું. તેના પર કોર્ટે ચેતવણી આપી હતી કે પતંજલિ આયુર્વેદ દ્વારા કરવામાં આવતી ખોટી અને ભ્રામક જાહેરાતો તાત્કાલિક બંધ કરવામાં આવે. 

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિની ભ્રામક જાહેરાતને કારણે એલોપેથી દવાઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. IMAએ કહ્યું હતું કે પતંજલિના દાવાઓની ચકાસણી કરવામાં આવી નથી અને તે ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954 અને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 જેવા કાયદાનું સીધું ઉલ્લંઘન છે. પતંજલિ આયુર્વેદે દાવો કર્યો હતો કે તેમના ઉત્પાદનો કોરોનિલ અને સ્વસારીથી કોરોનાની સારવાર કરી શકાય છે. આ દાવા પછી, આયુષ મંત્રાલય દ્વારા કંપનીને ઠપકો આપવામાં આવ્યો હતો અને તરત જ તેનું પ્રમોશન રોકવા માટે કહેવામાં આવ્યું હતું
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎