લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે જાહેરનામું બહાર : 21 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે આજથી નોમિનેશન પ્રક્રિયા....
- 20 Mar, 2024
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી દીધી છે. સમગ્ર દેશમાં ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે. એવામાં હાલ હોળીની સાથે સાથે દેશમાં લોકસભા ચૂંટણીનો રંગ પણ જામેલો જોવા મળી રહ્યો છે, ચુંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રથમ તબક્કે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે નોમિનેશન પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે.
પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર ચૂંટણી યોજાશે. તેમાં પુડુચેરી, મિઝોરમ, મેઘાલય, મધ્ય પ્રદેશ, મણિપુર, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બંગાળ, નાગાલેન્ડ, આંદામાન નિકોબારનો સમાવેશ થાય છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ