:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કેજરીવાલ EDના 9માં સમન્સ વિરૂદ્ધ હાઈકોર્ટ માં હાજર : આમ આદમી પાર્ટીનો આરોપ , ED ભાજપની રાજકીય પાંખ...

top-news
  • 20 Mar, 2024

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને  એક્સાઇઝ પોલિસી મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અત્યાર સુધી આઠ વાર સમન્સ જાહેર કરીને પૂછપરછ માટે કોર્ટમાં બોલવામાં આવ્યા હતા,પરંતુ તેઓ અલગ અલગ બહાના કાઢીને  અત્યાર સુધી કોર્ટમાં હાજર થયા ન હતા. તેમના વિરુદ્ધ જાહેર કરાયેલા સમન્સને તેમણે  હાઈકોર્ટમાં પડકાર્યો છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી EDએ અત્યાર સુધીમાં કેજરીવાલને 9 સમન્સ જાહેર કર્યા છે. હાઈકોર્ટની સી ડિવિઝન બેંચ આજે કેજરીવાલની અરજી પર સુનાવણી કરશે.

છેલ્લા 8 સમન્સ પર હાજર ન થયા બાદ કેજરીવાલે રાઉસ એવન્યુ કોર્ટમાં રાહતની માંગણી કરી હતી. EDના 8 સમન્સ પર હાજર થવાના કેસમાં કોર્ટે તેમને જામીન આપ્યા હતા. કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તરત જ EDએ 9મીએ સમન્સ જાહેર કરીને 21મી માર્ચે એજન્સી સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.

EDએ સોમવારે કહ્યું કે કે કવિતા અને અન્ય કેટલાક લોકોએ અરવિંદ કેજરીવાલ અને તત્કાલીન ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સહિત પાર્ટીના ટોચના નેતાઓ સાથે મળીને આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા ચૂકવીને એક્સાઇઝ પોલિસીમાં લાભ મેળવવા માટે કાવતરું ઘડ્યું હતું.

આમ આદમી પાર્ટીએ સોમવારે કહ્યું કે એક્સાઇઝ પોલિસીને લઈને ED દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી પર લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે બનાવટી છે. પાર્ટીનો આરોપ છે કે ED ભાજપની રાજકીય પાંખની જેમ કામ કરી રહી છે. EDએ તાજેતરમાં BIERS નેતા અને MLC કવિતાની ધરપકડ કરી છે. કે કવિતા હાલ સાત દિવસ માટે EDની કસ્ટડીમાં છે.

બીજેપીએ મંગળવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને EDના અનેક સમન્સ પર હાજર ન થવા બદલ નિશાન બનાવ્યા અને કહ્યું કે જ્યાં સુધી કથિત એક્સાઇઝ નીતિ કૌભાંડમાં તેમની સંડોવણીના પુરાવા છે ત્યાં સુધી તેઓ કાયદાના લાંબા હાથથી બચી શકશે નહીં.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎