:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

બે નિર્દોષ બાળકોની હત્યા કરનાર એન્કાઉન્ટરમાં ઠાર, UPના બદાયુમાં ભારે તણાવ,વહીવટીતંત્રે કરી શાંતિની અપીલ ...

top-news
  • 20 Mar, 2024

ઉત્તર પ્રદેશના બદાયુમાં બે બાળકો ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઘરમાં ઘૂસીને બે બાળકોને માર માર્યો હતો. આ પછી પોલીસે માત્ર બે કલાકમાં જ આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ છે.

યુપીના બદાયુમાં બે બાળકોની ઘરમાં ઘુસીને હત્યા કરાતા ચકચાર મચી છે. આ ઘટના બાબા કોલોનીમાં બની છે. જ્યા ઘરમાં ઘુસી હત્યા કર્યા બાદ આરોપી નાસી છુટ્યો હતો જો કે  ઘટનાની માહિતી મળતાં જ આરોપીનો પીછો કરી રહેલી પોલીસે તેને પકડવાનો પ્રયાસ કરતાં ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી, જેમાં તે માર્યો ગયો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ છે. પોલીસ અને વહીવટીતંત્રે શાંતિ સ્થાપવાની અપીલ કરી છે.

બદાયુના ડીએમ મનોજ કુમારે કહ્યું કે અમને માહિતી મળી છે કે મંડી કમિટી ચોકી પાસે બાબા કોલોનીમાં એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને 11 અને 6 વર્ષના બે નાના બાળકોની હત્યા કરી નાખી છે ત્યાર બાદ લોકોને શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું છે. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે, બાબતે તપાસ ચાલુ છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર યુપીના બદાયુના બાબા કોલોનીમાં બે બાળકોની હત્યાની ઘટના બની છે. આ ઘટના મંગળવારે સાંજે બની હતી. સાજીદ નામનો વ્યક્તિ તેની દુકાન સામે વિનોદસિંહના ઘરે ગયો હતો. આ પછી પત્નીને ચા બનાવવા કહ્યું હતું. ત્યારે આરોપીએ વિનોદના ત્રણ બાળકો પર જીવલેણ હુમલો  કર્યો હતો. તેણે કુહાડી ત્રણ બાળકો પર હુમલો કર્યો હતો જેમાં બે જણાના મોત નીપજ્યા છે  જ્યારે ત્રીજા ઘાયલ બાળકની હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનની મંડી પોલીસ ચોકીથી થોડે દૂર બની હતી. આ ઘટના બાદ પરિવારના સભ્યો અને સ્થાનિક રહીશોએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને એક મોટરસાઇકલને નુકસાન પહોંચાડ્યું હતું. 
 
આ કેસમાં પોલીસે આરોપીનું એકાઉન્ટર કરી દીધું છે. બરેલીના આઈજીએ જણાવ્યું કે ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આરોપીઓનો પીછો કર્યો અને આ દરમિયાન એક આરોપીએ પોલીસ પર ગોળીબાર કર્યો. પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો, જેમાં ગુનેગારનું ઘટનાસ્થળે જ મોત થયું. તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આરોપીની ઉંમર 25 થી 30 વર્ષની હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આરોપી વિશે વધુ માહિતી એકઠી કરી રહી છે.

ઘટનાની માહિતી મળ્યા બાદ બદાયુંના ડીએમ મનોજ કુમાર અને બરેલીના આઈજી ડો. રાકેશ સિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળો સ્થળ પર તહેનાત કરી દેવાની ફરજ પડી હતી. બદાયુંના ડીએમના જણાવ્યા અનુસાર સ્થિતિ નિયંત્રણમાં છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎