ઉનાળાની ખરી ગરમી માટે રહો તૈયાર : હવામાન વિભાગ : આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન વધશે
- 20 Mar, 2024
ઉનાળાની કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવાની માહિતી રાજ્યના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત કંડલા અને પોરબંદરમાં પણ હિટવેવની શક્યતાઓ નકારવામાં આવતી નથી ,જેના પગલે અમદાવાદ શહેરના તાપમાનમાં પણ વધારો થવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન વધે તેવી આગાહી કરવામાં આવી છે. ઉનાળાની ખરી ગરમી માટે તૈયાર રહેવાની માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત કંડલા અને પોરબંદરમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ શહેરના તાપમાનમાં પણ વધારો થાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, બોટાદ,મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત આણંદ,ભરુચ, ગીર સોમનાથ, કચ્છ, ખેડા, નવસારી,સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા,ગાંધીનગર, જામનગર, મહેસાણા, પાટણ, સુરત, તાપી સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ