:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચૂંટણી પંચની કાર્યવાહી ,નોન કેડર ઓફિસર્સની બદલીનો આદેશ : ગુજરાત સહિત 4 રાજ્યોમાં ડીએમ-એસપીની કરાઈ બદલી...

top-news
  • 21 Mar, 2024

દેશમાં લોકસભાની ચુંટણીની જાહેરાત કર્યા બાદ,ચુંટણીમાં પરદર્શિકા લાવવા માટે  ચૂંટણી પંચ ફરી એકવાર એક્શન મોડ માં આવેલું જણાય છે, તેમણે આ અંગે ફરી એકવાર મોટી કાર્યવાહી કરતાં નોન કેડર ઓફિસર્સની બદલીનો આદેશ જાહેર કર્યો છે. આ વખતે ગુજરાત, પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે તહેનાત અધિકારીઓની બદલીનો આદેશ જાહેર કરાયો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં ડીએમ અને એસપીના પદ ક્રમશઃ ભારતીય વહીવટી અને ભારતી પોલીસ સેવાના અધિકારીઓ માટે હોય છે.

ગુજરાતમાં છોટા ઉદેપુર તથા અમદાવાદના રુરલ ડિસ્ટ્રિક્ટના સુપરિન્ટેડન્ટન્ટ ઓફ પોલીસની બદલી કરવામાં આવી હતી. જ્યારે પંજાબમાં પઠાણકોટ, ફાઝીલકા, જલંધર ગ્રામીણ તથા માલેરકોટલા જિલ્લાના એસએસપીની બદલી કરવામાં આવી છે. ઓડિશામાં ધેકાનેલના ડીએમ અને દેવગઢ તથા કટર ગ્રામીણના એસપીની બદલી કરવામાં આવી હતી. આ સાથે પ.બંગાળના પૂર્વ મેદિનીપુર, ઝારગ્રામ, પૂર્વ બર્ધમાન અને બિરભૂમ જિલ્લાના ડીએમની બદલીના આદેશ બહાર પડાયા છે. ઉપરાંત ચૂંટણી પંચે પંજાબમાં ભઠિંડાના એસએસપી, આસામના સોનિતપુરના એસએસપીને પણ બદલી નાખવામાં આવ્યા છે કેમ કે રાજનેતાઓ સાથે તેમના પારિવારિક સંબંધો સાબિત થયા છે.

આગાઉ ચૂંટણી પંચે છ રાજ્યોના સચિવને હટાવવાનો આદેશ આપ્યો હતો, જેમાં ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી, ઉત્તર પ્રદેશના સંજય પ્રસાદ, બિહારના એસ સિદ્ધાર્થ, ઝારખંડના અરવા રાજકમલને હટાવી દીધા હતા. આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલના ગૃહ સચિવ અને પશ્ચિમ બંગાળના ડીજીપી રાજીવ કુમારને પણ હટાવી દેવાયા હતા. આ ઉપરાતં મિઝોરમ-હિમાચલમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવાયા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎