:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

IPL -૨૦૨૪ ના રસિકો માટે મેટ્રોનો ટાઈમ લંબાવાયો, 24 અને 31 મી માર્ચ તથા 4 એપ્રિલ માટે સ્પેશિયલ ટિકિટ ...

top-news
  • 22 Mar, 2024

ક્રિકેટ રસિયાઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે, મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં ઈન્ડિયન પ્રિમિટર લીગ 2024ની મેચ માટે મેટ્રો ટ્રેનનો સમયમાં ફેરફાર કરવાનો   નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી IPL-૨૦૨૪ નો પ્રારંભ થયો છે.  ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે મેચ રમાવાની છે. જ્યારે 24 માર્ચ નાં રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાનાર છે.  આ મેચને લઈ અમદાવાદ મેટ્રોનો સમય લંબાવવાનો નિર્ણય આજે કરવામાં આવ્યો છે. 

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 24 અને 31 મી માર્ચ તથા 4 એપ્રિલ ના રોજ યોજાનારી આગામી IPL 2024 ક્રિકેટ મેયોને ધ્યાનમાં રાખીને, GMRC એ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના 6.20 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે દર્શાવેલ IPL મેચોના દિવસોમાં પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે. 

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાંજે અમદાવાદ આઈટીસી નર્મદા હોટલ પર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું હોટલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના પૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની આગેવાનીમાં કરશે. મેચને લઈ ગુજરાત ટાઈટન્સની ટીમે અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎