:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ભારતીય છાત્રોને પેપ્સીના પૂર્વ CEO ઈન્દિરા નૂઇની સલાહ: અમેરિકા આવતા પહેલા ખાસ બાબતોનુ રાખવું ધ્યાન ...

top-news
  • 22 Mar, 2024

વિદેશોમાં અભ્યાસ અર્થે જનારા લોકોમાં ભારતીયોની સંખ્યામાં હાલ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જેમાં પહેલા કેનેડા અને ઓસ્ટ્રેલીયા જવાનું ચલણ વધુ હતું, પણ હાલમાં અમેરિકા જવાનો ક્રેઝ યુવાનોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, આ વધતાં ક્રેઝ પાછળનું કારણ હજુ અકબંધ છે, પરંતુ અમેરિકા જતાં ભારતીય વિદ્યાર્થીઓના અપહરણ ,હત્યા થવાના મામલા વધવા માંડ્યા છે, જેને લઈને સૌકોઈ ચિંતિત છે.

એવામાં ભારતીય વિદ્યાર્થીઓના એક પછી એક થઈ રહેલા રહસ્યમય મોત વચ્ચે કોર્પોરેટ જગતની શક્તિશાળી હસ્તી અને પેપ્સીના પૂર્વ સીઈઓ ઈન્દિરા નૂઈએ એક  વિશેષ વિડિયો જાહેર કરીને ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકા આવતા પહેલા અમુક બાબતોનુ ધ્યાન રાખવાની સલાહ આપી છે.ઈન્દિરા નૂઈનો 10 મિનિટનો આ વિડિયો ન્યૂયોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.જેમાં ઈન્દિરા નૂઈ કહે છે કે, ભારતીય છાત્રો સાથે તાજેતરમાં ઘણી કમનસીબ ઘટનાઓ બની છે પણ તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો અને  તે તમારા જ હાથમાં છે.

ઈન્દિરા નૂઈએ વિડિયોમાં કહ્યુ છે કે, ભારતીય વિદ્યાર્થીઓએ કાયદાનુ પાલન કરવુ જોઈએ, રાત્રે એકલા સૂમસાન જગ્યાઓ પર જવુ જોઈએ નહીં અને ડ્રગ્સ તેમજ બીજા નશીલા પદાર્થોનુ સેવન કરવાથી બચવુ જોઈએ.કારણકે આ પ્રકારની વસ્તુઓ તમારા માટે આફત સર્જતી હોય છે.સાથે સાથે વિદ્યાર્થીઓએ અમેરિકામાં આવતા પહેલા પોતાની યુનિવર્સિટી અને કોર્સની  પસંદગીમાં કાળજી રાખવાની જરુર છે.અમેરિકામાં આવ્યા બાદ શરુઆતના કેટલાક મહિના સુધી સાવધાની રાખવાની જરુર છે.

મિત્રો બનાવવામાં પણ ધ્યાન રાખવુ જોઈએ અને કોઈ પણ પ્રકારની નવી ટેવ પાડતા પહેલા બે વખત વિચારવુ જોઈએ.કારણકે ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાં આવ્યા બાદ આઝાદી મળે છે અને તેમાં  વિદ્યાર્થીઓ રસ્તો ભટકી જાય અને ડ્રગ્સના રવાડે ચઢી જાય તેવી શક્યતાઓ  રહેતી હોય છે.તેમણે આગળ વિડિયો સંદેશમાં કહ્યુ છે કે, ભારતીય વિદ્યાર્થીઓએ વિઝાના નિયમોનુ પાલન કરવુ જોઈએ અને કોઈ કાયદાનુ ઉલ્લંઘન કરવુ જોઈએ નહી.આ વિડિયો રેકોર્ડ કરવા પાછળનો મારો હેતુ એ જ છે કે, હું અમેરિકા આવવા માંગતા અથવા અમેરિકામાં રહીને અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાત કરી શકું.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎