:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મોદી આજે ભૂતાનના પ્રવાસે ; સ્વાગત માટે દરેક ઉંમરના નાગરિક રસ્તાઓ પર નજર આવ્યા...

top-news
  • 22 Mar, 2024

હાલ દેશમાં ચુંટણીનો માહોલ જામ્યો છે. રાજકીય પાર્ટીઓ જોર શોર થી ચુંટણી પ્રચારમાં લાગી ગઈ છે, બીજી બાજુ ભષ્ટાચારના આરોપો સામે કાર્યવાહી ચાલુ છે, એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂતાનના પ્રવાસે છે. આજે સવારે પારો એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગેએ ભવ્ય સ્વાગત કર્યુ. તાજેત્તરમાં જ દાશો શેરિંગ તોબગેએ પણ 14-18 માર્ચ સુધી ભારતનો પ્રવાસ કર્યો હતો. ભારતે પણ ભૂતાનના વડાપ્રધાનની ખાસ મેજબાની કરી હતી. હવે વડાપ્રધાન મોદી ભૂતાન પહોંચ્યા છે જયાં તેમનું સ્વાગત ગાર્ડ ઓફ ઑનર આપીને કરવામાં આવ્યું ,ભૂટાનમાં વડાપ્રધાન મોદીને જોવા માટે ત્યાંના લોકોનોમાં  અનેરો ઉત્સાહ જોવા મળ્યો .

વડાપ્રધાનના સ્વાગતમાં લોકો પારો એરપોર્ટથી રાજધાની થિમ્પૂ સુધી 45 કિલોમીટર રસ્તાની બંને તરફ લાઈનમાં જોવા મળ્યા. વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે દરેક ઉંમરના નાગરિક ભૂતાનના રસ્તાઓ પર નજરે આવ્યા. વડાપ્રધાન મોદીએ રાજધાની થિમ્પૂ પહોંચ્યા બાદ રસ્તામાં ઉભા રહેલા લોકો સાથે મુલાકાત કરી અને ત્યાં હાજર બાળકો સાથે પણ વાતચીત કરી.

વડાપ્રધાન મોદી આ પહેલા 2019માં ભૂતાન ગયા હતા. આ પ્રવાસમાં ભારત અને ભૂતાન વચ્ચે ઘણા કરાર થયા હતા. જેમાં આર્થિક સહયોગ અને કનેક્ટિવિટી જેવી મુખ્ય દ્વિપક્ષીય પરિયોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હાલમાં જ ભૂતાનના વડાપ્રધાન શેરિંગ ટોબગે ભારત પ્રવાસ કરીને ગયા છે, જેમાં તેમને ભારત સાથે આર્થિક સંબંધોની સાથે અલગ અલગ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે બંને દેશની પ્રતિબદ્ધતાને જણાવી હતી. વડાપ્રધાન ભૂતાનમાં 23 માર્ચ સુધી રહેશે, તેની વચ્ચે બંને દેશોની વચ્ચે ઘણા કરાર થવાની અપેક્ષા છે.

ભારત અને ભૂટાન વચ્ચે પરસ્પર વિશ્વાસ, વિકાસ અને સહકાર સાથે ગાઢ સંબંધો છે. બંને દેશોની વચ્ચે ઔપચારિક રાજનીતિક સંબંધો 1968માં બનાવવામાં આવ્યા હતા, જેની આધારશિલા 1949માં મુકવામાં આવી હતી. ભારત ભૂતાનનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર હોવાની સાથે સાથે એક મોટુ સહયોગી પણ છે. ભારત ભૂતાનના વિકાસ માટે ભૂતાનમાં ઘણી પરિયોજનાઓ ચલાવી રહ્યું છે.
.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎