:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રશિયા પર મોટો આતંકી હુમલો ,93 કરતાં વધુના મોત ISIS એ હુમલાની જવાબદારી સ્વીકારી ,યુક્રેન તરફ શંકાની સોય

top-news
  • 23 Mar, 2024

એક તરફ રશિયા દ્વારા યુક્રેનને જીતવાના સતત હુમલાઓ થઈ રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સતત પાંચમી વખત ચુંટણીમાં વિજેતા બન્યાના ગણતરીના કલાકોમાં જ રશિયાની રાજધાની મોસ્કોમાં મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાંઓછામાં ઓછા  93 થી વધુ લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલાને લઈને અમેરિકાએ મોટો દાવો કર્યો છે કે તેણે રશિયાને મોસ્કો પર આગામી હુમલા અંગે ચેતવણી આપી દીધી હતી. આ હુમલાના પગલે ઘટના સ્થળે દોડાદોડી ચીસાચીસ અને ચારે તરફ લશોના ઢગલા જોવા મળ્યા હતા.

આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી લીધી છે.હુમલાના પગલે પુતિન ઘરઆંગણે વિપક્ષી પ્રહારોથી ઘેરાઈ ગયા છે. હમાસે 7 ઓકટોબેર 2023ના રોજ ઇઝરાયેલમાં ઘૂસીને એક ક્લબ હાઉસમાં હુમલો કર્યો તેમ રશિયામાં કોન્સર્ટ દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. ભારત સહિત અન્ય દેશોએ  આ હુમલાને વખોડી કાઢ્યુ છે.સ્થળની બેઠક યોજના અનુસાર, હુમલા સમયે કોન્સર્ટ હોલમાં 6,200 જેટલા લોકો હોઈ શકે છે. કોન્સર્ટના ડિરેક્ટરે  જણાવ્યું હતું કે , શુક્રવારે રાત્રે ક્રોકસ સિટી હોલમાં પરફોર્મ કરી રહેલા બેન્ડ પીકનિકના સભ્યોને કોઈ ઈજા થઈ નથી. 

રશિયાની રાજધાની  મોસ્કો નજીક ક્રોકસ સિટી હોલમાં કોન્સર્ટ દરમિયાન આતંકવાદીઓએ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓએ હોલમાં વિસ્ફોટકો પણ વિસ્ફોટ કર્યા હતા, જેના કારણે ત્યાં આગ લાગી હતી. હુમલા બાદ વિશેષ પોલીસ દળે ચાર્જ સંભાળી લીધો છે. આ સાથે જ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે હુમલાની જવાબદારી લીધી છે. આ અંગે ISIS એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

અમેરિકાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું, 'અમે રશિયનોને ચેતવણી આપી હતી.'વ્હાઇટ હાઉસે યુક્રેન ગોળીબારમાં સંડોવણીનો ઇનકાર કર્યો હતો. મોસ્કોમાં થયેલા હુમલા અંગે વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી જ્હોન કિર્બીએ કહ્યું કે, આ સમયે એવા કોઈ સંકેત નથી કે યુક્રેન કે યુક્રેનિયન લોકો ગોળીબારમાં સામેલ છે. અમે હુમલા પર નજર રાખી રહ્યા છીએ, પરંતુ હું આ સમયે યુક્રેન સાથેના કોઈપણ જોડાણ વિશે કોઈ માહિતી આપી શકતો નથી.

અમેરિકાએ તેમણે વધુમાં કહ્યું, 'આ મહિનાની શરૂઆતમાં યુએસ સરકારને માહિતી મળી હતી કે આતંકવાદીઓ મોસ્કો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. એવી માહિતી પણ મળી હતી કે આતંકવાદીઓ કોઈ મોટી સભા અથવા સંગીત સમારોહને નિશાન બનાવી શકે છે. આ અંગે વિદેશ વિભાગને રશિયામાં રહેતા અમેરિકનો માટે એડવાઈઝરી જારી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ માહિતી રશિયન અધિકારીઓ સાથે પણ શેર કરવામાં આવી હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎