:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ગુજરાતમાં ભાજપમાં નવાજૂનીના એંધાણ : રંજનબેન બાદ ભીખાજી ઠાકોરે ચુંટણી લડવાનો કર્યો ઇનકાર

top-news
  • 23 Mar, 2024

દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ હોવાથી રાજકારણમાં ગરમાવો જૉવા મળી રહ્યો છે, રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ ઘોષિત કરીને તેમણે ટિકિટ આપવામાં વ્યસ્ત છે, એવામાં હાલ દેશમાં ગુજરાતનાં રાજકારણે રંગ જમાવ્યો છે,  ગુજરાતની  26 બેઠકો માટે 7મી મેના દિવસે મતદાન થવાનું છે .

ત્યારે ગુજરાતની  ભાજપમાં નવા જૂની થવાના એંધાણ જૉવા મળી રહ્યા છે,  એક પછી એક ભાજપના ઉમેદવારો ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. આજે સવારે વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટએ ચૂંટણી લડવાની ના પાડી હતી . ત્યારે હવે સાંબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. સાબરકાંઠાના ભાજપ ઉમેદવારે ચૂંટણી લડવાનો ઈનકાર કરતા ગુજરાતમાં ભાજપને ડબલ ઝટકો લાગ્યો છે.

ગુજરાતમાં રાજકરાણમાં ગરમાવો આવ્યો છે. આજે સવારે વડોદરાના સાંસદ અને ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટએ ચૂંટણી લડવાની ના પાડી હતી, ત્યારે હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી છે. ભાજપે ગુજરાતમાં 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે તેમા રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરને પણ ટિકિટ આપવામાં આવી હતી. જો કે આજે બંને ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. ભીખાજી ઠાકોરે વ્યક્તિગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડી છે.

નોંધનીય છે કે ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપે સાબરકાંઠામાં દિપસિંહનુ પત્તુ કાપી ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. જોકે, ભીખાજીના નામની જાહેરાતના થોડા કલાકોમાં જ તેમની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ હતી. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પત્રિકા વૉર શરૂ થયુ હતો, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને એક પત્રિકા વાયરલ થઇ હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎