:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મતદારોને મદદ કરવા હેલ્પલાઇન App લોન્ચ ડિજિટલ સમાધાન અને સમસ્યાઓનું 'વન સ્ટોપ સોલ્યુશન'

top-news
  • 23 Mar, 2024

દેશમાં લોકસભા ચૂંટણી 2024 ની જાહેરાત કરી દેવામાં આવી છે. જુદા જુદા તબક્કામાં દેશભરમાં લોકસભા ચૂંટણીનું આયોજન થયું છે. લોકશાહીના આ અનેરા અવસર માં સહભાગી થવા મતદારોને અપીલ કરવામાં આવી રહી છે, જ્યારે મતદારોમાં પણ એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે,નવા મતદારો ચુંટણી પૂર્વેજ પોતાના નામની નોંધણી કરી મત આપવા માટે  આતુર જોવા મળી રહ્યા છે,

આવા સમયે કેટલીક વાર ઘણા મતદારોને તેમના ચૂંટણી કાર્ડ અંગે, મતદાર યાદીમાં નામ અંગે તથા મતદાન મથક અને બુથ લેવલ ઓફિસર(BLO) અંગે ઘણા પ્રશ્નો અને સમસ્યાઓ ઉદભવતી હોય છે. ત્યારે મતદાતાઓની આવી તમામ સમસ્યાઓનું સમાધાન લાવવા વહીવટી તંત્ર દ્વારા વોટર હેલ્પલાઇન એપ્લિકેશન(VHA) શરૂ કરવામાં આવી છે. જે લોકોની તમામ સમસ્યાઓનુ સમાધાન લાવશે. જયા વોટર હેલ્પલાઇન એપ એ મતદારોના અનેક સવાલો નું ડિજિટલ સમાધાન અને સમસ્યાઓનું 'વન સ્ટોપ સોલ્યુશન' બની રહેશે

વોટર હેલ્પલાઈન એપનાં માધ્યમથી મતદારોને ઉપયોગી તમામ માહિતી મળી શકશે. આ એપ પરથી મતદાર મતદાન અંગેના જરૂરી ફોર્મ જેવા કે, નવા મતદાર તરીકે અરજી માટેનું ફોર્મ, ટ્રાન્સફર અથવા શિફ્ટિંગ માટેનું ફોર્મ, મતદાતા યાદીમાંથી નામ કમી કરાવવા માટેનું કે સુધારા માટેનું ફોર્મ વગેરે જેવા ફોર્મ ભરીને અરજી કરી શકે છે. મતદારો મતદાતા યાદીમાં તેમનું નામ ચકાસી શકે છે. તેમજ મતદારો અને મતદાન મથકની વિગતો સહિત તેમના BLO(બુથ લેવલ ઓફિસર)/ ERO (ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ)ની વિગતો મેળવી શકે છે.  

મતદાતાઓ આ એપ પરથી e-EPIC(ઈ - ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) પણ ડાઉનલોડ કરી શકે છે. ડુપ્લીકેટ e-EPIC(ઈ - ઇલેક્શન ફોટો આઇડેન્ટિટી કાર્ડ) મેળવી શકે છે. પોતાની અરજીની સ્થિતિ ચકાસી શકે છે. અરજી કરેલ ફોર્મ સેવ કરી શકાય છે. ફરિયાદ કરી શકાય છે તથા કરેલ ફરિયાદ ની સ્થિતિ જોઈ શકાય છે. ઉમેદવારની પ્રોફાઈલ અને એફિડેવિટ મેળવી શકાય છે, ડાઉનલોડ કરીને શેર કરી શકાય છે. ચૂંટણી પરિણામ મેળવી શકાય છે. ઉમેદવાર કોણ છે તે અને અન્ય બાબતો પણ આ એપ્લિકેશન મારફતે જોઈ શકાશે.

વહીવટી તંત્ર દ્રારા મતદારને અપીલ પણ કરાઈ છે કે મતદાર કાર્ડ કે અન્ય બાબતોની અવઢવ દુર કરવા મતદારે આજે જ આ અત્યંત ઉપયોગી એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરીને પોતાનું એકાઉન્ટ બનાવવું જોઈએ. જેથી કરીને તે મતદાન અંગેની અનેક વિવિધ સુવિધાઓ  પોતાના આંગળીના ટેરવે મેળવી શકે અને લોકશાહી ના આ મહાપર્વમાં સહભાગી થઈ શકે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎