:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મેઘા ​​એન્જિ એન્ડ ઈન્ફ્રા લિ, સૌથી વધુ દાન આપી ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા ભારત - વિશ્વના અન્ય દેશોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બાંધકામમાં જોડાયેલ...

top-news
  • 23 Mar, 2024

ચૂંટણી દાન એટલે કે ઈલેક્ટોરલ બોન્ડ અંગે ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. મેઘા ​​એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, જે સૌથી વધુ દાન આપતી કંપનીઓમાં બીજા ક્રમે હતી, તેણે ઓક્ટોબર 2020માં 20 કરોડ રૂપિયાનું ચૂંટણી દાન આપ્યું હતું.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ચૂંટણી ડોનેશન રિપોર્ટ અનુસાર, 2019માં કંપનીએ કુલ 130 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા હતા, જેમાંથી 125 કરોડ રૂપિયા ભાજપને અને 5 કરોડ રૂપિયા કોંગ્રેસને આપવામાં આવ્યા હતા. નવેમ્બર 2019માં જ કંપનીને આંધ્રમાં 4,358 કરોડ રૂપિયાના પોલાવરમ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. આ પહેલા, ઓક્ટોબર 2019માં કંપનીએ 5 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા.

એજન્સીના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં, કંપનીને એશિયાની સૌથી લાંબી ઝોજિલા પાસ ટનલ (જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ સુધીના ઓલ સીઝન રોડ વચ્ચે) માટે રૂ. 4,500 કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. ત્યારબાદ 23 માર્ચમાં આ કંપનીને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવા માટે 3,681 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મળ્યો. એપ્રિલ 2023માં કંપનીએ રૂ. 140 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા.

માલિક પીવી રેડ્ડી- 54મા સૌથી ધનિક - 1989માં મ્યુનિસિપાલિટીને નાની પાઈપો સપ્લાય કરવા માટે કંપનીની સ્થાપના કરી હતી. પછી ડેમ, પાવર પ્લાન્ટ જેવા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં વિસ્તરણ થઈ. રેડ્ડી રૂ. 28,400 કરોડ સાથે 54મા સૌથી અમીર છે.3 વર્ષમાં દોઢ ગણી આવક - 31 માર્ચ, 2023ના રોજ કંપનીની કુલ આવક 31,766 કરોડ રૂપિયા હતી. ગયા વર્ષ કરતાં 10% વધુ. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2,797 કરોડ હતો. જે ગયા વર્ષની સરખામણીમાં 7.5% વધુ છે. 2020માં કંપનીની આવક રૂ. 19,616 કરોડ અને નેટવર્થ રૂ. 1,712 કરોડ હતી.

2019માં રૂ. 1.25 લાખ કરોડનો મોટો પ્રોજેક્ટ મળ્યો - 2019માં તેલંગાણામાં દેશની સૌથી મોટી લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ પર કામ શરૂ થયું. તેનો ખર્ચ 1.17 લાખ કરોડ રૂપિયા હતો. મેઘાને રક્ષા મંત્રાલય તરફથી 500 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પણ મળ્યો હતો. આમાં કંપની રેડિયો રિલે કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ કન્ટેનર આપશે. કન્ટેનરની ડિલિવરી 2023-24માં જ થવાની હતી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎