:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

ગુજરાતમાં H1N1 સાથે ફરી કોરોનાની એન્ટ્રી : 5 દર્દી સિવિલ હોસ્પિટલ માં ,જેમાંથી 1 દર્દીને રજા 4 દાખલ ...

top-news
  • 27 Mar, 2024

શહેરમાં ગરમીની સાથે બેવડી ઋતુનો અનુભવ થતા જ રાજ્યમાં લોકોના સ્વાસ્થ્ય  પર પણ તેની અસર જોવા મળી રહી છે, ડબલ ઋતુને કારણે બીમારી માથું ઉચકવા માંડી છે, એવામાં શહેરમાં વાયરલ ઇન્ફેક્શનની સાથે ફરી સ્વાઇન ફ્લૂના કેસ (H1N1) નોધાતા ફફડાટ પ્રસર્યો છે. આ દર્દીઓને અસારવા સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત કોરોના ના નવા બે કેસ સામે આવ્યા છે જેમને પણ અસારવા સિવિલમાં સારવાર ચાલી રહી છે. કોરોનાના એક દર્દી યુવાન છે , જેની 40 વર્ષની ઉમર છે જ્યારે બીજા દર્દી મહિલા છે જેમની ઉમર 75 વર્ષની છે. બંને દર્દીઓ અત્યારે ઓક્સિજન ઉપર છે.

રાજ્યમા H1N1 ના કેસ સાથે ફરી એકવાર કોરોના એ દસ્તક દીધી છે. જ્યાં અસારવા સિવિલ માં H1N1 5 કેસ નોંધાતા શહેરમાં ફફડાટ પ્રસર્યો છે.  5 દર્દીને અસારવા સિવિલમાં દાખલ કરાયા છે. 5 કેસમાં એચ વન એન વનનું એક દર્દી જે સ્ટેબલ થતા તેને રજા આપી દેવામાં આવી છે. હાલ હોસ્પિટલમાં 4 દર્દી દાખલ છે. આ 4 દર્દીઓ 48 વર્ષથી 63 વર્ષ સુધીના છે. જેમાં 3 દર્દી એવા છે જેને સિવિયર કો-મોરબિડીટીઝ છે. જે 3 દર્દી ગુજરાતના અને એક દર્દી મધ્યપ્રદેશનું છે. 4 દર્દીમાં 1 દર્દી બાયપેપપર અને 1 દર્દી વેન્ટિલેટર પર અને 2 દર્દી સામાન્ય ઓક્સિજન પર છે. તો બીજી તરફ હાલ કોવિડના 2 દર્દી અસારવા સિવિલમાં દાખલ છે. જે બંને દર્દી સિવિયર મોરબીડિટીઝ વાળા છે. 1 દર્દી 40 વર્ષના પુરુષ છે અને બીજો દર્દી 75 વર્ષના મહિલા છે. બંને દર્દીને સામાન્ય ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે.

કોરોના મહામારી એ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યુ હતું. ત્યારે આ જ કોરોનાએ ફરી માથુ ઉચક્યુ છે. અમદાવાદમાં કોરોનાના 2 કેસ સામે આવ્યા છે. બંને દર્દીઓને અમદાવાદ અસારવા સિવિલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. આ સાથે H1N1 ના 5 કેસ પણ નોંધાયા છે. રાત્રે સામાન્ય ઠંડી અને દિવસે પડી રહેલી ગરમીને કારણે બેવડી ઋતુ જોવા મળે છે. વાતાવરણની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. અને ડબલ ઋતુમાં લોકો બિમાર પડી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ફરી કોરોનાની એન્ટ્રી થતા લોકો ફફડી રહ્યા છે. લોકોને જુના દિવસો યાદ આવી રહ્યા છે જ્યારે હોસ્પિટલોમાં સારવાર માટે બેડ પણ મળતા ન હતા. તો બીજી તરફ લાશોના ઢગલા ખડકાયા હતા. સ્મશાનો પણ હાઉસફૂલ હતા. અંતિમ સંસ્કાર માટે પણ જગ્યાઓ મળી રહી ન હતી. કોરોનામાં લોકોએ પોતાના અનેક સ્વજનો ગુમાવ્યા હતા ત્યારે ફરી કોરોનાની એન્ટ્રી થતા લોકો ફફડી રહ્યા છે.

હાલમાં બેવડી ઋતુના કારણે શહેરમાં વાયરલ ઇન્ફેક્શન ના દર્દીઓમાં વધારો થયો છે. બપોરે પડી રહેલી અસહ્ય ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર થઇ રહી છે. ગરમીમાં અમદાવાદમાં ઝાડા-ઉલ્ટી, ચક્કર આવવા સહિતના કેસોમાં વધારો થયો છે. જ્યારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે એક સપ્તાહ દરમિયાન દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎