:
Breaking News
NEET-UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સુપ્રીમ કોર્ટે કહ્યું- પરીક્ષા ફરી વખત નહીં લેવાય, ફ્રોડના પુરાવા પુરતા નથી. બજેટની પ્રત્યેક વિગતો મુદ્દા સહિત: પ્રથમ નોકરીવાળાને 15 હજાર, 1 કરોડ મકાન, ટેક્સ છૂટ; વાંચો નિર્મલાના પટારામાંથી શું-શું નીકળ્યું ?. બજેટના દિવસે શેરબજારમાં કડાકો: લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારાતા માર્કેટ રીસાયું; સેન્સેક્સ 900 અંક ઘટ્યો, નિફ્ટીએ 24250નું લેવલ તોડ્યું. બજેટ આ રીતે કરશે તમારા ખિસ્સાને અસર: એક સેકન્ડમાં જાણી લો શું થયું મોઘું અને શું થયું સસ્તું ?. બજેટે આપી બિઝનેસ કરવાની ઉત્તમ તક: બિઝનેસ માટે લોન મેળવવા આ રીતે કરો અરજી, સરકાર કરશે આટલા લાખ રૂપિયા સુધીની સહાય. બજેટ પહેલા નીતિશના આ શબ્દોનો શું અર્થ ?: નીતિશ કુમારે કહ્યું- બધી વસ્તુઓની ધીરે-ધીરે ખબર પડશે, શું નીતિશ મોદી સરકારને ચાલવા દેશે કે પછી ટેકો પાછો ખેંચશે ?. બજેટ પૂર્વે આર્થિક સર્વે રજૂ: ઉદ્યોગ જગતને કેન્દ્ર સરકાર ઈલેક્ટ્રિક વ્હિકલ્સની નીતિઓમાં સુધારો કરશે તેવી અપેક્ષા, શું બજેટ પછી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ ભાવ ઘટશે?. હોકી પ્લેયર શ્રીજેશની મોટી જાહેરાત: સુપરસ્ટાર ગોલકીપર શ્રીજેશે સોશિયલ મીડિયા પર કરી નિવૃતિની જાહેરાત, કહ્યું- પેરિસ ગેમ્સ પછી રમતમાંથી સંન્યાસ લેશે. કાવડ યાત્રા-નેમપ્લેટ વિવાદ: સુપ્રીમ કોર્ટે કહ્યું- દુકાનદારોએ પોતાની ઓળખ જાહેર કરવાની જરૂર નથી પરંતુ ખોરાક શાકાહારી છે કે માંસાહારી છે તે પ્રકાશિત કરવું જરૂરી. સરકારનો મોટો નિર્ણય: સરકારી કર્મચારીઓ RSSના કાર્યક્રમોમાં જોડાઈ શકશે, 58 વર્ષ પહેલા લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ; જાણો કોંગ્રેસે શું કહ્યું ?.

કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવાથી જાપાનમાં બે લોકોના મોત અધિકારીઓ કંપની સાથે વાત કરીને જરૂરી પગલાં લેશે

top-news
  • 27 Mar, 2024

 વિશ્વમાં દવાઓનો આડેધડ ઉપયોગ વધવાથી  તેની બનાવટમાં પણ ભેળસેળ થવા લાગી છે, યોગ્ય ચકાસણી કર્યા વગર દવાઓ બનાવવામાં આવી રહી છે, હાલમાં બનેલી એક ઘટનામાં  જાપાનમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાની દવા ખાવાથી બે લોકોના મોત અને 100થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ દવા બનાવતી કંપની સામે અનેક સવાલો ઉભા થયા છે.

મામલાએ મહત્વ મેળવ્યા પછી, દવા બનાવતી કંપની કોબાયાશી ફાર્માસ્યુટિકલએ કહ્યું કે માહિતી મળ્યા પછી, અમે ત્રણ પૂરક દવાઓ, બેની કોજી કોલેસ્ટે હેલ્પ અને અન્ય બે દવાઓને બજારમાંથી પાછી ખેંચી લીધી છે. આ દવાઓની તપાસ કરવામાં આવી રહી છે.આ દવાઓમાં બેની કોજી (લાલ ખમીર ચોખા) નામનું ઘટક ઉમેરવામાં આવે છે, જે ઉચ્ચ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે સ્ટેટીન્સના વિકલ્પ તરીકે જોવામાં આવે છે. પરંતુ નિષ્ણાતો તેમાં રસાયણોની હાજરીને કારણે અંગને નુકસાન થવાના ભય વિશે પણ ચેતવણી આપે છે.

જાપાનના સ્વાસ્થ્ય મંત્રી નૂનુને કહ્યું કે કોબાયાશી ફાર્માસ્યુટિકલે આ મામલે જલદી રિપોર્ટ સોંપવો જોઈએ. આ સિવાય મંત્રીએ સ્થાનિક સંસ્થાઓને આ દવાઓથી થતા નુકસાન વિશે સમગ્ર દેશમાંથી માહિતી એકત્ર કરવા સૂચના આપી હતી. આ સિવાય સરકારે અસરગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મંત્રીએ વધુમાં કહ્યું કે અધિકારીઓ કંપની સાથે વાત કરશે અને આ મામલે જે જરૂરી પગલાં લેશે તે લેશે.

આ અઠવાડિયે હેલ્થ ઈમરજન્સી પર બેઠક બોલાવવામાં આવશે. આ ઘટનાને કારણે કંપનીને મોટું નુકસાન થયું છે. કોબાયાશી ફાર્માસ્યુટિકલના શેરમાં તીવ્ર ઘટાડો થયો છે. કેટલાક અહેવાલો દાવો કરે છે કે મૃત્યુઆંક બે કરતા વધુ હોઈ શકે છે. ગઈકાલે જ તપાસ બાદ કંપનીએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા લોકોમાંથી એક છેલ્લા ત્રણ વર્ષથી સતત દવાઓ લઈ રહ્યો હતો. કંપનીએ કહ્યું કે અમે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ અને અસરગ્રસ્ત તમામ લોકોની માફી માંગીએ છીએ.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎